Video : ફોટો જોઈને નક્કી નહીં કરી શકો કે કોણ દાદી અને કોણ પૌત્રી? ખૂબસૂરતી એવી કે જોનારા જોતા રહી જાય
બે પેઢી વચ્ચેના લોકોને તમે જોતા જ ઓળખી જતા હશો. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આજે આપણે જે મહિલાઓની વાત કરવા જઈ રહ્યા છીએ તે આમ તો માતા પુત્રી અને દાદી છે પરંતુ ફિટનેસ અને ખૂબસૂરતી જોઈને કોણ દાદી અને કોણ પૌત્રી તે નક્કી નહીં નહીં કરી શકો.
લેસ્લી મેક્સવેલ, તેની પુત્રી અને પૌત્રીને એકસાથે જોશો તો આ ત્રણમાંથી દાદી અને માતા કોણ છે તે ઓળખવું મુશ્કેલ છે. ત્રણેય એકસરખી દેખાય છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

લેસ્લી મેક્સવેલ ફિટનેસ આઇકોન તરીકે જાણીતી છે અને તેની આ જ ફિટનેસ તેની ફેમિલીને વારસામાં મળી છે. ત્રણેય પેઢી એટલે કે દાદી, તેની પુત્રી અને તેની પૌત્રી એકબીજાને ફિટનેસમાં ટક્કર આપે છે.
પહેલી નજરમાં જોનારા લોકો માની લે છે કે તે ત્ર બહેનો છે અને સાથે જન્મી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની રહેવાસી લેસી મેક્સવેલ તેની પુત્રી વેનેસા ક્રિસ્ટોફી અને તેની પૌત્રી ટિયા ક્રિસ્ટોફી સાથે જીમમાં જવાનું ખુબ જ પસંદ છે.
લેસ્લી અનુસાર, તેના આટલા યુવાન રહેવાનું રહસ્ય ફિટનેસ છે. મારી પુત્રી અને પૌત્રીઓ છે તે જાણીને લોકોને આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો જીમમાં જવાનું પસંદ કરતા નથી. પરંતુ હું દરેક ઉંમરની મહિલાઓને ફિટનેસ માટે વર્કઆઉટ કરવાની સલાહ આપીશ.
તેણીએ કહ્યું કે, તે આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને સ્નાયુઓ ઉમેરીને આપણા શરીરને ટોન કરવામાં મદદ કરે છે. હું ઈચ્છું છું કે દરેક ઉંમરની મહિલાઓ વજન ઉઠાવે. વૃદ્ધત્વને રોકવાનો આ એક ઉપાય છે.
લેસ્લી ફિટનેસ આઇકોન તરીકે પ્રખ્યાત ટ્રેનર છે અને આખો દિવસ તે વર્કઆઉટમાં કંઈકને કંઈક કરતી રહે છે. જ્યારે લેસ્લી તેના પરિવાર સાથે ટ્રેનિંગ કરે છે ત્યારે લોકો માની શકતા નથી કે તેની અને તેની પુત્રી અને પૌત્રી વચ્ચે આટલો મોટો વય તફાવત છે.
લેસ્લીએ કહ્યું કે, અમે હંમેશા સાથે સારો સમય પસાર કરીએ છીએ. હું ખૂબ નસીબદાર છું કે આવો પ્રેમાળ પરિવાર મળ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે લેસ્લી અને તેની પુત્રી વેનેસા મોટાભાગે તેમની પૌત્રી ટીયાના કપડા ઉધાર લે છે.
ટિયા પોતાની સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી ચલાવે છે. તેણે કહ્યું કે તે તેની દાદીની જેમ વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે અને જીમમાં જઈને અને ચીયરલીડિંગ કરીને એક્ટિવ રહે છે. જ્યારે તે તેની દાદી સાથે હોય ત્યારે લોકો માને છે કે લેસ્લી ખરેખર તેની માતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
