World's Richest Family : મળો દુનિયાના સૌથી અમીર પરિવારને, ફુટબોલ ક્લબથી લઈને તેલના કુવા સુધીની માલિકી ધરાવે છે
World's Richest Family : અબુ ધાબીનો અલ નાહયાન શાહી પરિવાર વિશ્વનો સૌથી ધનિક પરિવાર છે અને 300 બિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવે છે. રાષ્ટ્રપતિ મહેલ, ખાનગી જેટ, ફૂટબોલ ક્લબ, તેલ ભંડાર સહિત અરબોની પ્રોપર્ટીનો માલિક છે.
આ પરિવાર રિહાન્નાનીફેન્ટી અને એલોન મસ્કની સ્પેસએક્સ સહિત ઘણી મોટી કંપનીઓમાં રોકાણ પણ ધરાવે છે.

GQ ના અહેવાલ મુજબ, અલ નાહયાન પરિવારનો રાષ્ટ્રપતિ મહેલ ત્રણ પેન્ટાગોનના કદના બરાબર છે, તેની કિંમત ₹4,078 કરોડ છે. તેમની પાસે આઠ ખાનગી જેટ છે અને લોકપ્રિય ફૂટબોલ ક્લબ ધરાવે છે.
અલ નાહયાન પરિવારનું નેતૃત્વ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (MBZ) કરે છે. તેને 18 ભાઈઓ, 11 બહેનો, નવ બાળકો અને 18 પૌત્રો છે.
અલ નાહયાન પરિવારની તમામ સંપત્તિ
- અલ નાહયાન શાહી પરિવાર વિશ્વના લગભગ છ ટકા તેલ ભંડારની માલિકી ધરાવે છે.
- તેને માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ, રીહાન્નાની બ્યુટી બ્રાન્ડ ફેન્ટી અને એલોન મસ્કની સ્પેસએક્સ સહિત અનેક જાણીતી કંપનીઓમાં રોકાણ કર્યું છે.
- પરિવાર પાસે અબુ ધાબીમાં ગિલ્ડેડ કસર અલ-વતન રાષ્ટ્રપતિ મહેલ છે, જે લગભગ 94 એકરમાં ફેલાયેલો છે.
- અલ નાહયાન પાસે 350,000 ક્રિસ્ટલનું બનેલું ઝુમ્મર પણ છે.
- પ્રમુખના ભાઈ તાહનોન બિન ઝાયેદ અલ નાહયાન રિવારની મુખ્ય રોકાણ કંપનીના વડા છે, જેનું મૂલ્ય 235 બિલિયન ડોલર છે.
- તે કૃષિ, ઉર્જા, મનોરંજન અને દરિયાઈ વ્યવસાયોમાં રોકાણ કરે છે અને હજારો લોકોને રોજગારી આપે છે.
- અબુ ધાબીના શાસકના નાના ભાઈ શેખ હમદ બિન હમદાન અલ નાહયાન પાસે 700 થી વધુ કારનો સંગ્રહ છે, જેમાં વિશ્વની સૌથી મોટી SUV, પાંચ બુગાટી વેરોન, એક લેમ્બોર્ગિની રેવેન્ટન, એક મર્સિડીઝ-બેન્ઝ CLK GTR, ફેરારી 599XX અને મેકલેરેન MC12 સામેલ છે.
- અબુ ધાબીના રાજવીઓ પેરિસ અને લંડન સહિત સમગ્ર વિશ્વમાં વૈભવી મિલકતો ધરાવે છે.
- 2008 માં MBZ ના અબુ ધાબી યુનાઇટેડ ગ્રૂપે ₹2,122 કરોડમાં UK ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર સિટીની માલિકી પણ મેળવી છે.
- કંપની સિટી ફૂટબોલ ગ્રૂપના 81 ટકાની માલિકી ધરાવે છે, જે માન્ચેસ્ટર સિટી, મુંબઈ સિટી, મેલબોર્ન સિટી અને ન્યૂ યોર્ક સિટી ફૂટબોલ ક્લબનું સંચાલન કરે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
