World Earth Day 2023: આજે મનાવાઈ રહ્યો છે વિશ્વ પૃથ્વી દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
World Earth Day 2023: પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. જ્યાં દરેક જગ્યાએ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, તે દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે.
દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ છે - આપણા ગ્રહમાં રોકાણ કરો એટલે કે ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ. આવો જાણીએ પૃથ્વી દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

પૃથ્વી દિવસનો ઈતિહાસ
પૃથ્વી દિવસની શરૂઆત વર્ષ 1970માં થઈ હતી. તેની કલ્પના સૌપ્રથમ સેનેટર ગેલોર્ડ નેલ્સન દ્વારા કરવામાં આવી હતી, જે એક અમેરિકન રાજકારણી અને પર્યાવરણીય કાર્યકર્તા હતા. ત્યારથી અત્યાર સુધી પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કેમ મનાવાય છે અર્થ ડે
દુનિયાભરમાં પૃથ્વી દિવસની ઉજવણી કરવા માટે સૌથી પહેલું કારણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે. પૃથ્વીના રક્ષણમાં ઘણી સમસ્યાઓ આવે છે. આ કાર્ય જેટલું સરળ લાગે છે, તેના કરતા વધુ મુશ્કેલ છે. માટે આ દિવસ તેના વિશે દરેકને જાગૃત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. વિકાસની આ આંધળી દોડમાં પૃથ્વી સુરક્ષિત રહેવી જોઈએ અને તેને વધુ નુકસાન ન પહોંચવું જોઈએ, તેથી તમામ લોકો જાગૃત થાય તે ખૂબ જ જરૂરી છે.
પૃથ્વી સામે છે આ પડકારો
આજના સમયમાં પૃથ્વીની સુરક્ષા સામે એકથી વધુ પડકારો છે. આવી સ્થિતિમાં વિશ્વભરના લોકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. પૃથ્વીને હરિયાળી, હવા અને પાણીથી ભરેલી બનાવી શકાય તે જરૂરી છે. પૃથ્વી ત્યારે જ હરિયાળી રાખી શકાય જ્યારે લોકો તેનું મહત્વ સમજે. ગ્લોબલ વોર્મિંગની વધતી જતી અસરો અને ક્લાઈમેટ ચેન્જની ખરાબ અસરોથી પૃથ્વીને બચાવવા માટે લોકોને પૃથ્વીના મહત્વ વિશે જાગૃત કરવું ખૂબ જ જરૂરી છે.
સ્વયંને આપો એક વચન
જો પર્યાવરણ સુરક્ષિત છે તો સ્વાભાવિક છે કે આપણે પણ સુરક્ષિત છીએ. આયુર્વેદને એક મહાન શક્તિ માનવામાં આવે છે. જો પર્યાવરણ સુરક્ષિત રહેશે તો આપણે તેમાં વનસ્પતિ ઉગાડી શકીશું. તેનાથી પર્યાવરણ તો મજબુત થશે જ પરંતુ આપણને અને આપણી આવનારી પેઢીઓને આરોગ્યની સાથે રોજગારી પણ મળશે.
આયુર્વેદને મજબૂત કરવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. આ સ્વચ્છ હવાની સાથે સંતુલિત વાતાવરણનું નિર્માણ કરશે. આ એવી વસ્તુ છે જે દરેક જણ કરી શકે છે. તેથી આ પૃથ્વી દિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનું સરળ વચન આપો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
