જાણો રાષ્ટ્રગીત જન ગણ મન...ના એક એક શબ્દનો અર્થ
બેંગ્લોર, 17 ડિસેમ્બર: આપણા દેશનું રાષ્ટ્રગીત ના ફક્ત આપણી ઓળખ છે પરંતુ આપણી આન-બાન-શાનનું પ્રતિક પણ છે. પંડિત રવિન્દ્રનાથ ટાગોરની કલમ વડે લખાયેલ રાષ્ટ્રગીત જનગણમનને યૂનેસ્કો દ્વારા વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ગણાવ્યું છે, જે ગૌરવની વાત છે.
તમને જણાવી દઇએ કે ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' મૂળત: બંગાળી ભાષામાં લખવામાં આવ્યું હતું, જેને ભારત સરકાર દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીતના રૂપમાં અંગીકૃત કરવામાં આવ્યું. આ ગીતની અવધિ લગભગ 52 સેકંદ નિર્ધારિત છે અને જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં અથવા વગાડવામાં આવે તો શ્રોતાઓને સાવધાનની મુદ્રામાં ઉભા રહેવું જરૂરી છે.
પરંતુ આપણામાંથી ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે કે રાષ્ટ્રગીતમાં લખાયેલા એક-એક શબ્દનો અર્થ શું છે. આજે અમે તમને ગુરૂદેવની કલમ વડે લખાયેલા રાષ્ટ્રગીતના એક-એક શબ્દનો અર્થનો બતાવી રહ્યાં છીએ, જેથી તેને વાંચ્યા બાદ તમે જ્યારે પણ આપણું રાષ્ટ્રગીત ગાવ તો તેના એક-એક શબ્દનો અનુભવ કરતાં યોગ્ય ઉચ્ચારણ ગાઇ શકો.

જાણો શું છે જન ગણ મન...નો અર્થ...
શબ્દ= અંગ્રેજી અર્થ= ગુજરાતી પર્યાયવાચી
જન= People= લોકો
ગણ= Group= સમૂહ
મન= Mind = મગજ
અધિનાયક= Leader= નેતા
જય હે= Victory= જીત
ભારત= India= ભારત
ભાગ્ય= Destiny= નસીબ, કિસ્મત
વિધાતા= Disposer= ઉપરવાળો
પંજાબ= Punjab= પંજાબ
સિંધુ= Sindhu = સિંધુ
ગુજરાત= Gujarat= ગુજરાત
મરાઠા= Maratha= મરાઠા (મહારાષ્ટ્ર)
દ્રાવિડ= South= દક્ષિણ
ઉત્કલ= Orissa= ઓરિસ્સા
બંગા= Bengal= બંગાળ
વિંધ્ય= Vindhyas= વિન્ધયાચલ
હિમાચલ= Himalay= હિમાલય
યમુના= Yamuna = યમુના
ગંગા= Ganges = ગંગા
ઉચ્છલય= Moving= ગતિમાન
જલધિ= Ocean = સમુદ્ર
તરંગા= Waves = લહેરો( દરિયાના મોજાં)
તવ= Your = તમારું
શુભ = Auspicious = મંગળ
નામે = name = નામ
જાગે = Awaken = જાગો
તવ = Your = તમારું
શુભ = Auspicious = મંગળ
આશીષ= Blessings = આર્શિવાદ
માંગે= Ask = પૂછો
ગાહે= Gaahe = ગાઓ
તવ= Your = તમારી
જય = Victory = જીત
ગાથા = Song = ગીત
જન= People = લોકો
ગણ = Group = સમૂહ
મંગલ = Fortune = ભાગ્ય
દાયક = Giver = દાતા
જય હે = Victory Be = જીત
ભારત= India = હિંદુસ્તાન
ભાગ્ય= Destiny = કિસ્મત
વિધાતા = Dispenser= ઉપરવાળો
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે.= Victory, Victory, Victory, Victory Forever =
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
