સ્વતંત્રતા દિવસ: નીચેમાંથી તમારી દેશભક્તિ કંઇ ટાઇપની છે?
સ્વતંત્રતા દિવસ પર જાણો તમે કેવી ટાઇપની દેશભક્તિ ધરાવો છો?
15 ઓગસ્ટે આપણા દેશની આઝાદીને 70 વર્ષ પૂરા થશે. આપણે છેલ્લા 70 વર્ષોથી આઝાદ છીએ પણ જો તમને વૈચારિક સ્વાતંત્રતાથી કંઇક "ખાસ" વાંધો ના હોય તો એક સવાલ પૂછવા માંગુ છું કે, તમારી દેશભક્તિ કઇ ટાઇપની છે? ફોન ટાઇપની, સોશ્યલ મીડિયા ટાઇપની, રજા ટાઇપની કે ઉપરોક્ત કોઇ પણ ટાઇપની નહીં.
કે પછી તમે કદી આવા પ્રશ્ન પર ધ્યાન જ નથી આપ્યું. કારણ કે દેશ ભક્તિ તો દેશ ભક્તિ હોય... તેમાં ટાઇપ થોડીના હોય? બિલકુલ સાચી વાત. પણ આજની દુનિયામાં એવું છે નહીં. જુઓ આ આખી વાતમાં પરમ સત્ય એ જ છે કે દેશભક્તિ એક અદ્ઘભૂત ભાવના છે. અને તે વાતનું પુરતું સન્માન કરતા કંઇક પૂછવા માંગુ છું... લાગે તો આ વાતે વિચારજો ના લાગે તો બીજી 15મી ઓગસ્ટ સુધી ભૂલી જજો.

તમારા મતે સ્વતંત્રતા દિવસ એટલે શું?
સામાન્ય લોકો એટલે કે મારા-તમારા જેવા લોકોના મતે સ્વતંત્રતા દિવસ એટલે શું? એક રજા. એમાંય રવિ-સોમની આવી રજા આવી જાય એટલે જગ જીત્યા! આરામ કરવાનો, ફરવા જવાનું, સવારે ટીવીમાં ભાષણ જોવાનું (ઓપશનલ). બસ પતી ગયો સ્વતંત્રતા દિવસ!

સોશ્યલ દેશભક્તિ
એટલું જ નહીં સાથે જ સોશ્યલ મીડિયા પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવવાની, ત્રિરંગી કપડા કે ધ્વજ લઇને સેલ્ફી પડવાનું અને પછી શેયર, લાઇક રમવાનું!

વોટ્સઅપ વાળી દેશભક્તિ
સ્વતંત્રતા દિવસ એટલે તે જ કે સવારથી તમામ ગ્રુપોમાં દેશભક્તિને ઝળકાઇ મૂકવાની? સવારમાં આસપાસના ચોકમાં પણ જોર જોરથી "એ મેરે વતન કે લોગો" વાળા ગીતનું બ્યૂગલ વાગતું કરી દેવાયાનું!

તો શું આ બધુ ખોટું છે?
ના, ઉપરોક્ત બધુ કરવામાં કંશુ જ ખોટું નથી. વોટ્સઅપ પર, ફેસબુક પર સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવી, પોતાની રીતે પોતાની આ આઝાદીને માણવી તે તો સારી જ વાત છે. કારણ કે ન હોવા કરતાં કંઇ હોવું...ધણીવાર બહુ જરૂરી બની જતું હોય છે.

તો પછી સવાલ કેમ?
આ સવાલ એટલા માટે છે કે આ સિવાય પણ કેટલાક લોકો છે....જે પોતાની ઇચ્છાએ આજના દિવસે અને મહિનામાં ધણીવાર ટ્રાફિક સિગ્નલ પર મફતની સેવા આપે છે....આ સવાલ એટલા માટે કારણ કે ધણા લોકો અભણ બાળકોને સાક્ષર કરવાનું...સ્વચ્છ ભારતનું કામ કરે છે. અને તે લોકો કંઇક બોલતા નથી...તે લોકો 15મી ઓગસ્ટની રાહ નથી જોતા...કે 15મી ઓગસ્ટ પતી ગયા પછી તે વાતને ભૂલી પણ નથી જતા....

એક જંગ હજી બાકી છે!
કારણ કે આપણને એક સ્વતંત્રતા તો મળી ગઇ છે પણ ભૂખમરો, સ્વચ્છતા, સાક્ષરતા જેવી ધણી સ્વતંત્રતા મેળવવાની બાકી છે...અને તે માટે લડશું નહીં...તો જીતશું નહીં!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
