શું છે ફ્રેન્ડશિપ મેરેજ? જાણો કેમ દુનિયાભરમાં ઝડપથી આગળ વધી રહ્યો છે ટ્રેન્ડ?
હવે નવી પેઢીને લગ્ન જેવા બંધનો પસંદ નથી. એટલે જ દુનિયાભરમાં લિવ ઈન રિલેશનશિપ સહિતના ઘણા ટ્રેન્ડ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આવો જ એક ટ્રેન્ડ ફ્રેન્ડશિપ મેરેજ છે.
નવી પેઢી લગ્ન જેવા પવિત્ર સંબંધોથી ધીરે ધીરે દૂર જઈ રહી છે અને તેનું તાજેતરનું ઉદાહરણ જાપાન છે. અહીં લગ્ન અને બાળકોની જવાબદારીઓથી બચવા માટે યુવાનો લગ્ન નથી કરતા. પરંતુ હવે નવી પેઢીએ આનો ઉપાય શોધી કાઢ્યો છે.

જાપાનમાં મોટાભાગના યુવાનો લગ્નનો આ નવા પ્રકારનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે, આ ટ્રેન્ડમાં કપલ વચ્ચે ન તો પ્રેમ હોય છે ન તો કોઈ અન્ય પ્રકારનો સંબંધ, આ લગ્નના ટ્રેન્ડને ફ્રેન્ડશિપ મેરેજ નામ આપવામાં આવ્યું છે.
આવા લગ્નોમાં મોટે ભાગે અજાતીય લોકો, સમલૈંગિક અને વિજાતીય લોકો સામેલ હોય છે, કારણ કે આવા લોકો લગ્નમાં વિશ્વાસ ગુમાવી બેસે છે અથવા પ્રેમમાં પડવા અસમર્થ હોય છે.
અહેવાલો અનુસાર, 2015થી અત્યાર સુધીમાં લગભગ 500 લોકોએ ફ્રેન્ડશિપ મેરેજ અપનાવ્યા છે. જે લોકો આવી રીતે લગ્ન કરે છે તેઓ તેમના પાર્ટનર સાથે હેંગઆઉટ કરી શકે છે, તેમની સમસ્યાઓ શેર કરી શકે છે અને અન્ય કોઈપણ પ્રવૃત્તિમાં સાથે મળીને ભાગ લઈ શકે છે. કપલ આ લગ્ન તેમની રૂચિ અને મૂલ્યોના આધારે કરે છે.
આ લગ્નમાં પાર્ટનર કાયદેસર રીતે લગ્ન કરે છે પરંતુ બંને વચ્ચે કોઈ પણ પ્રકારના રોમેન્ટિક સંબંધ નથી હોતા. આવા લગ્નમાં એ બંને પર નિર્ભર કરે છે કે તેઓ સાથે રહે છે કે નહીં, એટલે કે લગ્ન પછી પણ તેઓ અલગ રહી શકે છે. આ સિવાય જો બંને સંતાન પ્રાપ્ત કરવા માટે સંમત થયા હોય તો તેઓ કૃત્રિમ માધ્યમથી સંતાન પ્રાપ્ત કરી શકે છે.
આ લગ્નની સૌથી વિચિત્ર અને ખાસ વાત એ છે કે લગ્ન પછી પણ બંને કપલ અલગ-અલગ લોકો સાથે રોમેન્ટિક સંબંધોમાં રહી શકે છે, આ બંનેની સહમતિથી જ શક્ય બની શકે છે. ફ્રેન્ડશિપ મેરેજ કરનાર વ્યક્તિએ કહ્યું કે, ફ્રેન્ડશિપ મેરેજ કરવું એ લાઈફ પાર્ટનર શોધવા જેવું નથી પણ તમારા રૂમમેટને શોધવા જેવું છે.
લગ્ન કરતા પહેલા કપલ કલાકો સાથે વિતાવે છે અને તેમના જીવન વિશે બધું શેર કરે છે. આ ઉપરાંત તેઓ એક સાથે જમવાનું છે કે કેમ, ઘરના ખર્ચાઓ કેવી રીતે વહેંચવા, ઘરના અન્ય કામો કેવી રીતે વહેંચવા અને અન્ય બાબતો પર પોતાનો અભિપ્રાય આપે તે અંગે સમજૂતી પર પહોંચે છે.
જાપાનના એક રિપોર્ટ અનુસાર, 32 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘણીવાર ફ્રેન્ડશિપ મેરેજ તરફ આકર્ષાય છે. જાપાન સિવાય સિંગાપોરમાં પણ થોડા સમય પહેલા 24 વર્ષની બે મહિલાઓએ ફ્રેન્ડશિપ મેરેજ કર્યા છે, આ સાથે જ એવા ઘણા લોકો છે જેઓ તેમના નજીકના મિત્ર સાથે ચીનમાં ઘર ખરીદવા માંગે છે તેથી તેઓ પણ આ તરફ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
