PICS: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ કપલની અનોખી લવ સ્ટોરી

આવો જાણીએ એક વ્યક્તિની અનોખી લવ સ્ટોરી કેવી રીતે આગળ વધી અને શું ગર્લફ્રેન્ડે તેની પ્રપોઝલને માની?

શું કોઈ વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડને એટલી હદે પ્રેમ કરી શકે કે રોજ તેને પ્રપોઝ કરી શકે? એ પણ ત્યારે જ્યારે તેની પ્રેમિકાને અણસાર પણ ના આવે કે તેનો બૉયફ્રેન્ડ તેને પ્રપોઝ કરી રહ્યો છે. છેવટે આ વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે એક ખાસ રીત અપનાવી. તેણે કંઈક એવુ કર્યુ કે જેને જોઈને દરેક જણ દંગ રહી ગયા. સોશિયલ મીડિયા પર આ લવ સ્ટોરીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. યુઝર્સે આ યુવકના પ્રેમભર્યા અફસાનાને ખૂબ વધાવી લીધો છે. આવો જાણીએ આ વ્યક્તિની અનોખી લવ સ્ટોરી કેવી રીતે આગળ વધી અને શું ગર્લફ્રેન્ડે તેની પ્રપોઝલને માની?

સતત એક મહિના સુધી ‘ગુપચુપ' પ્રપોઝ કરતો રહ્યો વ્યક્તિ

સતત એક મહિના સુધી ‘ગુપચુપ' પ્રપોઝ કરતો રહ્યો વ્યક્તિ

આખો કિસ્સો યુકેના હર્ડફોર્ડશાયરનો છે જ્યાં રહેતા એડી ઓકોરોએ પોતાની પ્રેમિકાને સતત એક મહિના સુધી રોજ અલગ અલગ રીતે પ્રપોઝ કર્યુ. જો કે તેની આ પ્રપોઝ કરવાની રીત એકદમ ગુપચુપ હતી જેના કારણે તેની ગર્લફ્રેન્ડને એ વાતની ખબર ન પડી શકી. તેની પ્રેમિકા તેના પ્રપોઝલથી એકદમ અજાણ હતી. એવામાં આ વ્યક્તિએ એક ખાસ રીત અપનાવી. તેણે સીધી ગર્લફ્રેન્ડ સાથે વાત ન કરીને પોતાના ગુપચુપ પ્રપોઝની રીતના ફોટા ક્લિક કરાવ્યા અને પછી તેને એક ફેસબુક પોસ્ટ દ્વારા આખી લવ સ્ટોરી વર્ણવવાની કોશિશ કરી.

ખૂબ પ્રેમભરી છે આ વ્યક્તિની લવ સ્ટોરી

ખૂબ પ્રેમભરી છે આ વ્યક્તિની લવ સ્ટોરી

એડી ઓકોરોએ પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ કે અમુક લોકો પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે ફ્લેશ મૉબ કે પછી ખાસ જમવાનુ પ્લાનિંગ કરે છે કે પછી લગ્ન કરવાના સંકેત આપે છે પરંતુ મે એવુ કંઈ કર્યુ નહિ. એડીએ આવુ કંઈ ન કર્યુ પરંતુ તેણે પોતાના ગુપચુપ રીતથી પ્રપોઝ સ્ટાઈલને ફેસબુક પર બતાવી, સાથે ઘણા એવા ફોટા પણ શેર કર્યા. તેણે લખ્યુ કે હું એક ત્વરિત ઈપ્રુવાઈઝ કરનાર વ્યક્તિ છુ. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યુ કે હું સતત એક મહિના સુધી પ્રપોઝ કરવા માટે રિંગ પોતાની સાથે રાખી.

પ્રપોઝ કરવામાં સફળ ન થવા પર આ વ્યક્તિએ અપનાવી ખાસ રીત

પ્રપોઝ કરવામાં સફળ ન થવા પર આ વ્યક્તિએ અપનાવી ખાસ રીત

એ વિચારતો રહ્યો કે ક્યારેક તો આ રિંગ આપવાનો મોકો મળશે. એક મહિના સુધી રાહ જોયા બાદ મે પોતાની કોશિશો બચાવવાનું શરૂ કર્યુ. કેટલી વાર હું પ્રપોઝ કરવામાં નિષ્ફળ રહ્યો અને ક્યારે-કેવી રીતે મે પ્રપોઝ કર્યુ. સતત એક મહિનાની પોતાની કોશિશોને એડી ઓકોરોએ એક ફેસબુક પોસ્ટમાં શેર કરી. આમાં તેણે એ બધા ફોટા પણ શેર કર્યા જે તેણે આ દરમિયાન ક્લિક કર્યા હતા. 26 ઓગસ્ટના રોજ એડીએ પોતાની સિક્રેટ પ્રપોઝની કોશિશોને ફેસબુક પર શેર કરી દીધી.

ફેસબૂક પર ફોટા સાથે વર્ણવી પોતાની લવ સ્ટોરી

ત્યારબાદ યુઝર્સે તેની આ કોશિશોને ખૂબ પસંદ કરી. અત્યાર સુધી તેની પોસ્ટને લગભગ 67 હજાર લોકોએ શેર કરી છે. વળી, 94 હજારથી વધઉ લાઈક્સ આ પોસ્ટને મળ્યા છે. વળી, આ પોસ્ટ પર ઘણી મઝાની કમેન્ટ્સ પણ આવી. એક યુઝરે લખ્યુ, ‘વાહ, શું શાનદાર લવસ્ટોરી છે.' બીજા એક યુઝરે લખ્યુ, ‘ખૂબ વિચારશીલ અને મઝાની લવસ્ટોરી.' જો કે એડીએ પોતાની પોસ્ટમાં એ નહોતુ જણાવ્યુ કે છેવટે તેની લવસ્ટોરીનું શું થયુ?

આ ખાસ લવ સ્ટોરીનો આ ફાઈનલ ફોટો જરૂર જોવા ઈચ્છશો તમે

આ પોસ્ટના લગભગ એક અઠવાડિયા પછી 4 સપ્ટેમ્બરના રોજ એડીનો વધુ એક ફોટો તેની ગર્લફ્રેન્ડ કેલી સાથે જોવા મળ્યો. આ ફોટો કેલી એન્ડ એડીના ફેસબુક પ્રોફાઈલ સાથે શેર કરવામાં આવ્યો. જેમાં એડી પોતાની પ્રેમાળ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે એડીએ એ વાતનો ખુલાસો કરી દીધો કે તેણે પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરી દીધુ છે. આવુ એટલા માટે કારણકે નવી પોસ્ટમાં એડીની ગર્લફ્રેન્ડ અને હવે ફિયાન્સ કેલીએ પોતાની આંગળીમાં ખાસ રિંગ પહેરી છે. હાલમાં એડી અને કેલીની આ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X