Valentine Day 2024 : પ્રેમની દુનિયામાં જાણીતી છે આ IAS-IPS ની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે પર બન્ને એકબીજાના થયા
વેલેન્ટાઈન વીક શરૂ થઈ રહ્યું છે ત્યારે ઘણી લવ સ્ટોરીઓની ચર્ચા થઈ રહી છે. ભારતમાં આ દરમિયાન એક લવ સ્ટોરી ખુબ જ લોકપ્રિય થઈ રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ લવ સ્ટોરી કોઈ બોલિવૂડ સ્ટાર કે ફિલ્મી દુનિયાના લોકોની નહીં પણ બે ઓફિસરોની છે. આ સ્ટોરીમાં એક આઈએએસ અને એક આઈપીએસ છે.

મીટિંગથી લવ સ્ટોરી શરૂ થઈ
આપણે જેની વાત કરી રહ્યા છીએ તે IAS તુષાર સિંગલા અને IPS નવજોત સિમીની લવ સ્ટોરી છે. બન્ને UPSC ક્રેક કર્યા પછી એકબીજાના પ્રેમમાં પડ્યા.
UPSC પાસ કર્યા બાદ નવજોત સિમીને બિહાર કેડર અને તુષાર સિંગલાને પશ્ચિમ બંગાળ કેડર મળી. બંને એક મીટિંગ સંબંધે મળ્યા. મંત્રણા અને મીટિંગનો સિલસિલો પ્રેમમાં ફેરવાયો. બિહારના નવજોત સિમી પશ્ચિમ બંગાળના હાવડા ગયા અને બંનેએ સિંગલાની ઓફિસમાં તેમના લગ્નની નોંધણી કરાવી. આ પછી મંદિરમાં લગ્ન પણ કર્યા. ગયા વર્ષે સિમીએ પુત્રીને જન્મ આપ્યો છે.
કોણ છે IAS તુષાર સિંગલા?
તમને જણાવી દઈએ કે IAS તુષાર સિંગલા પંજાબના બરનાલાના રહેવાસી છે. 3 જૂન 1990ના રોજ જન્મેલા તુષાર સિંગલાએ બીજા પ્રયાસમાં UPSC 2015માં પ્રવેશ મેળવ્યો હતો. 86મો રેન્ક મેળવીને પશ્ચિમ બંગાળ કેડરમાં IAS બન્યા.
બાળપણમાં પિતાને ગુમાવનાર તુષાર સિંગલાએ IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું અને IAS બન્યા અને પશ્ચિમ બંગાળના હાવડામાં સેવા આપી. નવજોત સિમી સાથે લવ મેરેજ કર્યા બાદ તે કેડર બદલીને બિહાર આવી ગયા. હાલમાં તેઓ બિહારના કિશનગંજમાં જિલ્લા કલેક્ટર પદ પર છે.
કોણ છે IPS નવજોત સિમી?
પંજાબના ગુરદાસપુરમાં 21 ડિસેમ્બર 1987ના રોજ જન્મેલા નવજોત સિમી બિહાર કેડરના આઈપીએસ છે. બીજા પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2018માં 735મો રેન્ક મેળવ્યો.
નવજોત સિમીએ પંજાબ મોડલ પબ્લિક સ્કૂલ, પખોવાલ અને બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ એન્ડ રિસર્ચમાં અભ્યાસ કર્યો છે. તેમની પાસે બેચલર ઑફ ડેન્ટલ સર્જરીની ડિગ્રી પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
