રક્ષા બંધનઃ જાણો, શા માટે બાંધવામાં આવે છે રક્ષા સૂત્ર?
હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે.
હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેની લાંબી આયુ અને પ્રસન્નતા માટે પ્રાર્થના કરે છે. અને ભાઈ પોતાની બહેનની કોઈપણ પરિસ્થિતિમાં રક્ષા કરવાનું વચન આપે છે. આ રાખડીના મધ્યે ભાવનાત્મક પ્રેમ પણ છૂપાયેલો હોય છે. આ વખતે રક્ષા બંધનનો તહેવાર 26મી ઓગસ્ટ રવિવારે શતભિષા નક્ષત્ર અને કુંભ રાશિસ્થ ચન્દ્રમં પડી રહ્યો છે.

રાખડી બાંધવાની પ્રથા
કાંડા પર રાખળી બાંધવાની પ્રથા ત્યારથી ચાલી આવે ચે જ્યારથી દાનવીર રાજા બલિની વીરતાની રક્ષા માટે ભગવાન વામને એમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. શાસ્ત્રોમાં આ શ્લેકનો ઉલ્લેખ પણ મળી આવે છે.
"યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામાનુવધ્રામિ રક્ષે મા ચલ મા ચલા।।"
રક્ષા સૂત્ર બાંધવાથી ત્રિદેવ બ્રહ્મા, મહેશ અને ત્રણેય દેવી લક્ષ્મી, સરસ્વતી અને મા દુર્ગાની કૃપા બની રહે છે.

આવી સમસ્યાઓથી છૂટકારો મળે
- શરીરની સંરચનાનું મુખ્ય નિયંત્રણ હાથના કાંડામાં હોય છે. માટે કાંડામાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવાથી આત્મ વિશ્વાસ આવે છે અને ત્રણેય દોષ વાત, પિત્ત અને કફમાં સંતુલન બની રહે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું્ રહે છે.
- કળાવા કે મોલી બાંધવાથી બ્લડપ્રેશર અને તણાવના રોગો ઘટે છે.
- રાખડી બાંધવાથી આત્મ-વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને મનમાં સકારાત્મક વિચાર આવે છે.
- રક્ષા બંધનના દિવસે સૌથી પહેલા ગણેશજીને રાખડી બાંધો, બાદમાં જ અન્ય લોકોને રાખડી બાંધવી.
- રાખડી બંધાવનાર વ્યક્તિનું મોઢું પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.
- રાખડી બંધાવતી વખતે માથા પર રૂમાલ કે કોઈ કાપડ જરૂર રાખવું.
- મહિલા વર્ગ રાખડી બાંધતી વખતે લાલ, ગુલાબી, પીળા કે કેસરિયા રંગના કપડાં પહેરશે તો વિશેષ લાભ થશે.
- સૌથી પહેલા કાંડા પર કળાવા બાંધો બાદમાં જ અન્ય કોઈ ફેશનેબલ રાખડી બાંધવી.
- બહેન જે રક્ષા સૂત્ર બાંધે તેને એક વર્ષ સુધી કાંડે બાંધી રાખો અને બીજા વર્ષે જૂનું રક્ષા સૂત્ર ઉતારીને કોઈ નદીમાં વહાવી દઈ ફરી નવું રક્ષા સૂત્ર બહેન પાસેથી બંધાવવું.
- આવું કરવાથી તમારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની રક્ષા આખા વર્ષ દરમિયાન થતી રહેશે.
- રાખડી બાંધતી વખતે બહેનોએ આ મંત્રનું ઉચ્ચારણ કરવું.
- રાખડી બાંધતી વખતે જમણા હાથની મુઠ્ઠીમાં ફૂલ જરૂર રાખવું.
- રક્ષા સૂત્ર શત-પ્રતિશત સૂતરના દોરાનું જ હોવું જોઈએ.
- રાખડીને 7 કે 5 વખત ફેરવીને જ હાથમાં બાંધવી.

રાખડી બાંધતી વખતે શું કરવું?

સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય

આ મંત્રનો ઉચ્ચાર કરવો
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ।
તેન ત્વામાનુવધ્રામિ રક્ષે મા ચલ મા ચલા।।
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
