'મિસ ટચ મી નોટ'થી લઇને 'મિસ ગાળાગાળી' સુધીની યુવતીઓ!
મુંબઇ/નવી દિલ્હી, જૂન 25: લોકલ ટ્રેન જો મુંબઇની લાઇફલાઇન છે તો દિલ્હીમાં મેટ્રો રાષ્ટ્રીય રાજધાનીની રફ્તાર છે. એટલા માટે જ લોકો માટે આ માત્ર ટ્રાવેલિંગ માટેનું સાધન નહીં રહીને એક હરતી-ફરતી નાની દુનિયા છે. આ ટ્રેનમાં જોઇએ તો તેમની લેડીઝ સ્પેશિયલ ડબ્બા ખૂબ જ આકર્ષિત કરે છે. આ ડબ્બામાં દરરોજ લાખો વાર્તાઓ કહેવાય છે અને સંભળાય છે. સાથે સાથે તેમાં આપને અલગ અલગ પ્રકારની યુવતીઓ જોવા મળી જશે. જો યુવતીઓ અંગે આપ ઓછું જાણતા હોવ તો લેડીઝ સ્પેશિયલ ડબ્બા સાથે જોડાયેલ આ જાણકારીઓ આપને પ્રબુદ્ધ કરવામાં જરૂર મદદગાર સાબિત થશે.
અત્રે અમે આપના માટે લઇને આવ્યા છીએ 'મિસ ટચ મી નોટ'થી લઇને 'મિસ ગાળાગાળી' સુધીની યુવતીઓ, જે આપને ટકરાઇ શકે છે લેડિઝ ડબ્બામાં... અત્રે નોંધનીય બાબત એ છે કે અમે કોઇ પણ સ્ત્રી કે મહિલા કે યુવતીઓને નીચા દેખાડવાની કે તેમની ભુરાઇ કરવાની કોશીશ નથી કરી રહ્યા આ ફિચર સ્ટોરી માત્ર એટલું જ દર્શાવે છે કે આપણા સમાજમાં આ પ્રકારની પણ યુવતીઓ છે....

મિસ ઘરવાળી
આ ડબ્બામાં એ પ્રકારની મહિલાઓ છે જેમની વાતો પર જો ધ્યાન આપવામાં આવે તો આપ તેમની સાસુ, સસરા, પતિ સહિતના તમામ લોકોને જાણી લેશો.

મિલ સોશિયલ વર્કર
આ તો એવા પ્રકારની મહિલાઓ છે જે ટ્રેનમાં પણ સોશિયલ વર્ક અથવા પ્રચાર-પ્રસાર કરવાની તક છોડતી નથી.

મિસ ભણેસળી
લેડીઝ ડબ્બામાં જ નહીં અહીં સુધી આપને સ્કૂટરની પાછળ બેસેલી આવી મિસ ભણેસળીને જોતા હશો. આ પ્રકારની યુવતીઓ આખી મુસાફરી દરમિયાન પોતાનું માથું પુસ્તકમાં જ નાખીને બેસી હોય છે.

ટચ મી નોટ
લેડીઝ ડબ્બામાં ઘણી એવી યુવતીઓ પણ આપને મળી જશે, જેને ભૂલથી પણ જો તમારો હાથ અડી ગયો તો આપની ખેર નથી.

ઘેરતી આંખોવાળી
આ ડબ્બામાં આપને બે-ચાર આંખો તો એવી મળી જશે જે આપની મુસાફરી પૂરી થવા સુધી આપને ટીકટીક જોયા જ કરશે. જાણે કે તમે કોઇ મોટો અપરાધ કરવા જઇ રહ્યા હોવ તેમ.

મિસ શૉ ઓફ
આ યુવતીઓની કેટલીંક એવી શ્રેણી છે જે ભીડમાં પણ શૉ ઓફ કરવાની કાબેલીયત રાખે છે. પોતાની સુંદરતા હોય અથવા એટીટ્યૂડ પોતાની બાજુમાં ઊભેલી મહિલાઓ પર પોતાનું પ્રભુત્વ જમાવવામાં પાછળ નથી પડતી.

મિસ તુનકમિજાજ
આપ ચઢો-ઉતરો, ઊઠો-બેસો, પરંતુ આ એવી મહિલાઓ છે જે નાની-નાની હિલચાલ પર પણ ચીડાઇ શકે છે. અને તેના ચિડાવવાનું કારણ આપ હું કે કોઇ પણ બની શકે છે.

આઇ એમ હોટ
સવારના છ વાગ્યા હોય કે રાતના નવ. આ પ્રકારની યુવતીઓ હંમેશા પોતાના મેકને ફ્રેસ રાખવામાં લાગેલી હોય છે. ટ્રેનમાં તેમના દ્વારા એન્ટર થતા જ તાપમાન વધી જાય છે. અને ઘણી યુવતીઓ બળવા લાગે છે.

મિસ ગાળા-ગાળી
ટ્રેનનો લેડિઝ ડબ્બામાં ક્યારેક ક્યારેક અભદ્ર ગાળોનો સંચાર પણ થઇ ઊઠે છે. આ એ યુવતીઓ અથવા મહિલાઓ છે જે નાની વાતમાં પણ આપની પર ગાળોનો વરસાદ કરી દે. જેમાં નિચલા સ્તરની ગાળોની સાથે ઉચ્ચ સ્તરની ગાળોનો સમાવેશ થાય છે.

મોબાઇલમાં છે જિંદગી
ટ્રેનથી હાથ ભલે છૂટી જાય પરંતુ હાથમાંથી મોબાઇલ છૂટવો જોઇએ નહીં. આ એ પ્રકારની યુવતીઓ છે જે ચાલુ મોબાઇલ સાથે ટ્રેનમાં ચઢે છે અને ઉતરે પણ ચાલુ મોબાઇલની સાથે જ છે.

મિસ શૉપિંગ
કોણ કહે છે કે શૉપિંગ માત્ર દુકાનોમાં જ થાય છે. મુંબઇ લોકલ ટ્રેનના લેડિઝ ડબ્બામાં આપને યુવતીઓના શૃંગારથી લઇને કપડા અને ફળ-ફૂલ સુધીની તમામ વસ્તુઓ મળી જશે. અને યુવતીઓનો આ ટ્રેનમાં ફેવરેટ ટાઇમ પાસ હોય છે.

કન્ફ્યૂઝન જ કન્ફ્યૂઝન છે
ડબ્બામાં સ્ટેશનનું નામ ફ્લેશ થવા થતા આ યુવતીઓ દરેક સ્ટેશન પર પાસે બેસેલી તેની બહેનપણીને એ પૂછે છે કે કયું સ્ટેશન આવ્યું?'

મિસ સ્પીલિંગ બ્યૂટી
કેટલીંક યુવતીઓ માટે ટ્રેન પોતાના પલંગ સમાન હોય છે. આ એ છોકરીઓ છે જેમના દિમાગમાં પોતાના સ્ટેશનના સમય અનુસાર એલાર્મ લગાવેલું હોય છે. આ ટ્રેનમાં ચઢતા જ સુઇ જાય છે, અને પોતાનું સ્ટેશન આવતા પહેલા જ તેમની ઊંઘ ખુલી જાય છે. ક્યારેક ક્યારેક બાજુમાં બેસેલી યુવતીને તેના નસકોરાનો સામનો કરવો પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
