Toll tax in india : ટોલ ટેક્સ દ્વારા સરકાર લોકોના કેટલા રૂપિયા વસૂલે છે? આંકાડા જાણીને વિચારતા રહી જશો
Toll tax in india : ભારતમાં હાલની સ્થિતીએ ટેક્સ ટેરેરિઝમ જેવી સ્થિતી છે. સરકાર જીએસટી અને ઈન્કમટેક્સ જેવા માધ્યમોથી લોકોની કમાણીના મોટા રૂપિયા વસુલી લે છે.
આટલુ જ નહીં ભારતમાં ટોલ ટેક્સ એ આવકનો એક મોટો સ્ત્રોત છે. સરકાર ટોલ બૂથ મારફત સામાન્ય લોકો પાસેથી ટેક્સ વસૂલે છે. સરકાર દાવો કરે છે કે તેનો ઉપયોગ રસ્તા અને હાઈવેના નિર્માણ અને સંભાળ માટે થાય છે.

GST લાગુ થયા પછી પણ ટોલ ટેક્સમાંથી મોટી આવક થાય છે. ટોલ મારફત મળતા ટેક્સની માહિતી સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં આપી હતી.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું કે નેશનલ હાઈવે પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ચાલતા ટોલ બૂથ પર ટેક્સ પેટે સરકારે 1.44 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ માહિતી ખુદ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ સંસદમાં આપી છે. ફાસ્ટેગ અને ઈલેક્ટ્રોનિક ટેક્સ વસૂલાતથી સરકારની આવક વધુ વધી છે.
તેમણે જણાવ્યું કે આ વસૂલાત વર્ષ 2000 અને આંકડાઓની જાણ કરવાના સમય વચ્ચેની આવક છે. સરકાર દ્વારા ફાસ્ટેગ સિસ્ટમના વિકાસ અને ઈલેક્ટ્રોનિક રીતે ટેક્સ એકત્રિત કરવાની પદ્ધતિએ આ દિશામાં વધુ વેગ આપ્યો છે. ટોલ ટેક્સ વસૂલવાનું સરળ બન્યું છે અને ટેક્સની રકમ પણ વધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
