અમેરિકામાં આ વસ્તુઓ કચરામાં ફેકી તો જેલની હવા ખાવી પડી શકે છે, ભારતમાં ગમે ત્યાં ફેંકાય છે
અમેરિકા તેના કાયદાઓને લઈને દુનિયાભરમાં જાણીતું છે. અમેરિકામાં ઘણા એવા કાયદા છે જે આમ તો બહુ સામાન્ય છે પરંતુ તેને તોડ્યા તો જેલની હવા ખાવી પડી શકે છે.
ભારતમાં આપણે જે પણ વસ્તુ નકામી હોય તેને બિંદાસ્ત રીતે કચરા પેટીમાં ફેંકી દઈયે છે. પરતુ અમેરિકામાં એવુ નથી. ત્યાં ઘણી એવી વસ્તુઓને કચરામાં નાંખવા પર કડક પ્રતિબંધ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કેલિફોર્નિયામાં કચરાના નિકાલ માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને જો તેનું પાલન ન કરે તો લોકોને દંડ થાય છે ક્યારેક જેલ પણ જવું પડે છે.

બેટરી
રિમોટ, ઘડિયાળો, રમકડાં વગેરેમાં વપરાતી બેટરી કચરા પેટીમાં ન ફેંકવી જોઈએ. અમેરિકાના ન્યૂયોર્કમાં કચરામાં સિંગલ યુઝ બેટરી ફેંકવી ગેરકાયદેસર છે. પ્રથમ ગુના માટે 50 ડોલર દંડ અને 12 મહિનામાં બીજા ગુના માટે 100 ડોલરનો દંડ અને તે જ વર્ષમાં ત્રીજા ગુના માટે 200 ડોલરનો દંડ થઈ શકે છે.
ટીવી અથવા કોમ્પ્યુટર
પ્લાસ્ટિક, સર્કિટ, સર્કિટ બોર્ડ, કાચ, ધાતુ જેવી ઘણી બધી વસ્તુઓ તમારા જૂના ટીવી કે કોમ્પ્યુટરમાં હોય છે, જેના કારણે પર્યાવરણનો નાશ થઈ શકે છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં આ બંને વસ્તુઓને કચરામાં ફેંકવાની મનાઈ છે. ભૂલ કરનાર વ્યક્તિને 100 ડોલર એટલે કે 8 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
સ્માર્ટફોન અથવા ટેબલેટ
જૂના સ્માર્ટફોન કે ટેબલેટનો કચરો દિવસે દિવસે વધી રહ્યો છે. તેમ રહેલા ઝેરી કે જ્વલનશીલ પદાર્થો પર્યાવરણને દૂષિત કરી શકે છે અને કેટલીક જગ્યાએ આગ પણ લાગી શકે છે. ઘણા અમેરિકન રાજ્યોમાં તેને કચરામાં ફેંકવા માટે 100 ડોલર સુધીનો દંડ થઈ શકે છે.
મોટર ઓઈલ
વાહનોમાં નાખવામાં આવતું તેલ એટલે કે મોટર ઓઈલ પર્યાવરણ માટે જોખમી છે. પ્રાણીઓની સાથે તે વૃક્ષો અને છોડને પણ નુકસાન પહોંચાડે છે. અમેરિકન કાયદા અનુસાર, જો કોઈ આ તેલને કચરામાં ફેંકે તો તેને 50 હજાર ડોલર નો દંડ અથવા 2 વર્ષની જેલ થઈ શકે છે.
માઇક્રોવેવ
ખોરાકને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતા માઇક્રોવેવ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ ઘણી જગ્યાએ તેને ઇ-વેસ્ટ ગણવામાં આવે છે. આને કચરામાં ફેંકવા બદલ 100 ડોલરનો દંડ ભરવો પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
