વધુ રજાઓ જોઈએ તો આ દેશમાં નોકરી કરો, આ છે સૌથી વધુ જાહેર રજા આપતા દેશ
સરકારી કે પ્રાઈવેટ જોબ કરતા કરતા કર્મચારીઓ માટે જાહેર રજા મોટી વાત હોય છે. નોકરીમાંથી થોડી આઝાદી આપતી રજાઓનું વિશેષ મહત્વ હોય છે. આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશોમાં કર્મચારીઓ માટે ઘણી વિશેષ રજાઓનું પ્રાવધાન છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં ઘણા એવા દેશ છે જે નોકરી કરતા કર્મચારીઓને દિલ ખોલીને રજા આપે છે. બીજી નવાઈની વાત એ છે કે અહીં ભારત ઘણા ઘણી વધારે જાહેર રજાઓ મળે છે.

દુનિયાભરની કંપનીઓમાં રજાને લઈને અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ રજાઓ કર્મચારીઓને આરામની મંજૂરી આપે છે. રજાઓના નિયમો દેશ પ્રમાણે બદલાય છે. તેમાં પણ રાજ્યો પણ ઘણી રજાઓ અલગથી મળે છે.
રજાઓ ન મળવાને કારણે ઘરથી દુર રહેતા કર્મચારીઓ દિવસે દિવસે તેમના પ્રવાસો અને લોકો સાથેના સંપર્કો ઓછા કરી નાંખે છે. આની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આ જ કારણ છે કે રજાઓ વ્યક્તિના માનસિક સ્વાચ્થ્ય માટે જરૂરી છે.
વિશ્વમાં સૌથી વધુ જાહેર રજાઓમાં નેપાળ અને ઈરાન પહેલા નંબર પર છે. આ બન્ને દેશોમાં 34 રજાઓ આપવામાં આવે છે.
ઈરાન અને નેપાળ બાદ સૌથી વધુ રજા આપવામાં બીજો નંબર શ્રીલંકા અને બાંગ્લાદેશનો છે. અહીં કર્મચારીઓને 33 દિવસની રજાઓ મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કર્મચારીઓને ઘણી ઓછી રજાઓ મળે છે. અહીં માત્ર 21 જાહેર રજાઓ આપવામાં આવે છે.
અહીં એક વાત જાણવી જરૂરી છે કે દુનિયાના કેટલાક વિકસિત દેશોમાં હવે કર્મચારીઓ માટે રજા નિયમો ઝડપથી બદલાઈ રહ્યા છે અને શક્ય હોય તેટલા દિવસ રજાઓ આપવામાં આવે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
