કાશ્મીર-કન્યાકુમારી નહીં પણ આ છે ભારતનો સૌથી મોટો ટ્રેન રૂટ, જાણો કઈ છે ભારતની સૌથી મોટી 5 ટ્રેન?
રેલવેને ભારતની જીવાદોરી માનવામાં આવે છે. કહેવાય છે કે ભારતમાં કોઈપણ સમયે અધધ 7 કરોડ લોકો ટ્રાવેલ કરતા હોય છે.
ભારતમાં વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતના સૌથી લાંબા રેલ રૂટની વાત કરીએ તો મોટાભાગના લોકોના મગજમાં કાશ્મીરથી કન્યાકુમારીનું નામ આવે છે. પરંતુ આવુ નથી.

ભારતનો સૌથી લાંબો ટ્રેન રૂટ ડિબ્રુગઢથી કન્યાકુમારી છે. આ સૌથી લાંબા રૂટ પર ચાલતી ટ્રેન ડિબ્રુગઢ કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ છે. ભારતીય રેલ્વે અનુસાર, આ ટ્રેન ભારતમાં સૌથી લાંબુ અંતર કાપનારી ટ્રેનોમાં નંબર એક પર છે.
આ ટ્રેન ડિબ્રુગઢ અને કન્યાકુમારી વચ્ચેનું 4247 કિલોમીટરનું અંતર 82.50 કલાકમાં કાપે છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન 57 સ્ટેશનો પર ઉભી રહે છે.
આ યાદીમાં બીજા નંબરે કટરા-કન્યાકુમારી હિમસાગર એક્સપ્રેસ છે. આ ભારતની બીજી સૌથી લાંબા અંતરની ટ્રેન છે. આ ટ્રેન માતા વૈષ્ણોદેવી કટરાથી કન્યાકુમારી સુધી ચાલે છે.
12 રાજ્યોમાંથી પસાર થતી આ ટ્રેન 71 કલાક 40 મિનિટમાં 3782 કિમીનું અંતર કાપે છે. આ સમય દરમિયાન આ ટ્રેન 75 રેલવે સ્ટેશનો પર રોકાય છે. આ સિવાય ભારતમાં અન્ય કોઈ ટ્રેનમાં આટલા સ્ટોપેજ નથી.
ભારતની ત્રીજી સૌથી લાંબા અંતરની ટ્રેન કટરા-મેંગલોર નવયુગ એક્સપ્રેસ છે. આ ટ્રેન કટરાથી મેંગ્લોર સુધી ચાલે છે. આ ટ્રેન 72 કલાક 50 મિનિટમાં 3674 કિમીનું અંતર કાપે છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન 12 રાજ્યોમાંથી પસાર થાય છે અને 67 સ્ટેશનો પર રોકાય છે.
ન્યૂ તિનસુકિયા-બેંગલુરુ સિટી એક્સપ્રેસ ભારતમાં સૌથી લાંબા રૂટની ટ્રેનોમાં ચોથા ક્રમે છે. આ ટ્રેન આસામના ન્યુ તિનસુકિયાથી બેંગલુરુ સુધી ચાલે છે. આ ટ્રેન 65 કલાક 55 મિનિટની મુસાફરીમાં 3615 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેન મુસાફરી દરમિયાન 39 સ્ટેશનો પર ઉભી રહે છે.
ગુવાહાટી-તિરુવનંતપુરમ એક્સપ્રેસ આસામના ગુવાહાટીથી કેરળના ત્રિવેન્દ્રમ સુધી ચાલે છે અને ભારતની સૌથી લાંબા રૂટની ટ્રેનોમાં પાંચમા ક્રમે છે. આ ટ્રેન 64 કલાક 15 મિનિટમાં 3552 કિમીનું અંતર કાપે છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન 50 સ્ટેશનો પર ઉભી રહે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
