Sunita Williams : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક ટ્રીપનો કેટલો ખર્ચ આવે? જાણો કેમ સુનિતા વિલિયમ્સ માટે સ્પેસક્ર
Sunita Williams : ભારતીય મુળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથી એસ્ટ્રોનોટ સાથે લાંબા સમયથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફ્સાઈ છે. હવે લોકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં છે.
હાલમાં જ નાસાએ જાહેરાત કરી છે કે સુનિતા વિલિયમ્સને 2025 માં પરત લાવવામાં આવશે. અહીં સવાલ એ થાય કે કેમ નાસા તેને પરત નથી લાવી રહ્યું? તેણીને પરત લાવવા માટે કેટલો ખર્ચ થાય?

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન 2024માં બોઇંગ એરક્રાફ્ટમાંસ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. બોઇંગ સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં ખામી સર્જાવાને કારણે તેમને રિટર્ન લાવવામાં સતત મોડુ થયુ.
નાસાના અધ્યક્ષ બિલ નેલ્સન અનુસાર, બંને અવકાશયાત્રીઓને હવે સ્પેસએક્સ રોકેટમાં પૃથ્વી પર પાછા ફરવું પડશે. તેમણે કહ્યું કે, સ્ટારલાઈનરની પ્રોપલ્શન સિસ્ટમ ખામીયુક્ત છે, તેથી આ વાહનમાંથી અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવું ખૂબ જોખમી છે.
નાસાએ કહ્યું છે કે બંને અવકાશયાત્રીઓ ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા છે. સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન નિયમિત અવકાશયાત્રી પરિભ્રમણ મિશનના ભાગરૂપે આવતા મહિને લોન્ચ કરવામાં આવશે. આ વાહનની ચાર બેઠકોમાંથી બે બેઠકો સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર માટે ખાલી રાખવામાં આવશે.
એક અહેવાલ અનુસાર, ઓર્બિટલ રોકેટની કિંમત ઘણી વધારે હશે. રોકેટ લેબના ઇલેક્ટ્રોન સ્મોલસેટ લોન્ચર માટે $7.5 મિલિયન, ફાલ્કન 9 લોન્ચ માટે $67 મિલિયન, ડેલ્ટા IV હેવી અને SLS માટે $350 મિલિયનનો ખર્ચ 4.1 બિલિયન યુએસ ડોલર છે.
રોકેટ લેબના ઇલેક્ટ્રોન સ્મોલસેટ લોન્ચર માટે US$7.5 મિલિયન, ફાલ્કન 9 લોન્ચ માટે US$67 મિલિયન, ડેલ્ટા IV હેવી માટે US$350 મિલિયન અને SLS (સ્પેસ લોંચ સિસ્ટમ) માટે 4.1 બિલિયન યુએસ ડોલરનો ખર્ચ થાય છે.
હાલ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 80 દિવસથી અવકાશમાં અટવાયેલા છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ભૂતપૂર્વ લશ્કરી પરીક્ષણ પાઇલટ છે અને ખૂબ અનુભવી છે. આ બંને અવકાશયાત્રીઓ બોઈંગ સ્ટારલાઈનરની સવારી કરનાર પ્રથમ પાઈલટ હતા.
તેમણે 5 જૂને ISS માટે 8 દિવસ માટે ઉડાન ભરી હતી, પરંતુ બોઇંગ એરક્રાફ્ટની પ્રોપલ્શન સિસ્ટમમાં ખામીને કારણે તે છેલ્લા 80 દિવસથી અવકાશમાં અટવાયેલા છે. આટલા લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાના કારણે બંને અવકાશયાત્રીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
