વરસતા વરસાદમાં નિહાળવા જેવા મોનસૂન ડેસ્ટિનેશન
ભારતના વિવિધ સ્થળો અને ગુજરાતમાના અમુક ભાગોમાં ચોમાસું બેસી ગયું છે અને મેહુલો મન મુકીને વરસી પણ રહ્યો છે, ત્યારે આવા ખુશનુમા મૌસમમાં પ્રવાસપ્રેમીઓની મનમાં ચોમાસા દરમિયાન મુલાકાત લઇ શકાય તેવા સ્થળોની ખોજ આપમેળે શરૂ થઇ જતી હોય છે. સીઝનનો પહેલો વરસાદ પડતાં જ આ પ્રવાસપ્રેમીઓ એવા સ્થળો અંગે માહિતી એકઠી કરવા લાગે છે, ત્યારે જો તમે પણે આ જ પ્રકારે ભારતના એવા કેટલાક મોનસૂન ડેસ્ટિનેશનની શોધમાં હોવ તો તમારી માટે અહીં મહત્વના પાંચ મોનસૂન ડેસ્ટિનેશન અંગે માહિતી આપવામાં આવી છે.
આ ડેસ્ટિનેશનમાં હિમાલય, લોનાવલા, ગોવા, કેરળ સહિતના અનેક સ્થળો આવે છે. જ્યાં તમે ચોમાસા દરમિયાન જાઓ તો તમારો પ્રવાસ એળે નહીં જાય. ચોમાસા દરમિયાન તમને કંઇક અલગ જ અનુભૂતિ કરાવે તેવા આ સ્થળો છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આવા જ કેટલાક મોનસૂન ડેસ્ટિનેશન જાણીએ.

વીલે ઓફ ફ્લાવર્સ
વીલે ઓફ ફ્લાવર્સ એ વેસ્ટર્ન હિમાલયમાં આવેલું એક સુંદર સ્થળ છે અને ચોમાસામાં જ્યારે આ સ્થળની મુલાકાત લેવામાં આવે ત્યારે તે આપણા જીવનમાં જાણે કે વાઇબ્રન્ટ કલર ભરી દે તેવી લાગણી અનુભવાય છે.

લોનાવલા
માઉન્ટેન, લેક્સ રેઇફોલ, ડેમ સહિત અનેક એવી બાબતો લોનાવલામાં છુપાયેલી અને સમાયેલી છે કે ભારતના જોવાલાયક સ્થળોમાં તેની ગણના ચોક્કસથી કરવામાં આવે છે અને જાણે કે ભગવાને પોતાની ઇચ્છાથી આ સુંદર સ્થળની રચના કરી હોય તેવું ત્યાની મુલાકાત લીધા બાદ આપણે અનુભવીએ છે, તેમા પણ ખાસ કરીને જ્યારે આ સ્થળની મુલાકાત ચોમાસાની ઋતુમાં લેવામાં આવે તો મન અતિપ્રફુલ્લિત થઇ ઉઠે છે.

જોગ ફોલ્સ
જોગ ફોલ્સ કર્ણાટકમાં આવેલુ છે અને તે ચોમાસાનો આનંદ અને અહેસાસ કરવા માટેનું ભારતનુ એક પરફેક્ટ સ્થળ છે.

કેરળ
ચોમાસા દરમિયાન ફરવાલાયક વિસ્તારમાં કેરળ રાજ્ય પણ મહત્વનું છે. અહીની સુંદરતા ચોમાસા ઋતુમાં વધુ ખીલી જાય છે, અહીના હિલ સ્ટેશન, વોટરફોલ્સ અન્ય કુદરતી સૌંદર્ય વરસાદમાં આપણા તન અને મનને એક અનેરી ટાઢક બક્ષે છે.

ગોવા
ગોવા ભારતનું નાનું રાજ્ય છે, પરંતુ આનંદ માણવાની બાબતમાં આ રાજ્ય દેશના મોટા રાજ્યોને પણ પાછળ છોડી દે છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીનું વાતાવરણ આહલાદક હોય છે, જેના કારણે તે ચોમાસા દરમિયાન પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
