આ છે વિશ્વના બેસ્ટ ઇકોફ્રેન્ડલી સ્માર્ટફોન ચાર્જર્સ
આજકાલ માર્કેટમાં હેન્ડી ગેજેટ્સની ખૂબ માંગ છે. કારણ કે રોજબરોજની જીંદગીમાં આ ગેજેટ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આવા ગેજેટ્સમાં મલ્ટીપર્પઝ ચાર્જર્સ, સોલર ટોર્ચ, સોલર ચાર્જર્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ ગેજેટ્સમાંથી સ્માર્ટફોન મોબાઇલ ચાર્જર્સ સૌથી વધારે લોકપ્રિય છે. સાધારણ ચાર્જર્સ ઉપરાંત માર્કેટમાં સ્માર્ટ ડિઝાઇનર સ્માર્ટફોન ચાર્જર્સ પણ ઉપલબ્ધ છે. આવા ચાર્જર્સ આપનો મોબાઇલ ચાર્જ કરવા સાથે આપની વર્ક પ્લેસને પણ પ્લેઝિંગ બનાવશે. આ રહ્યા આવા આકર્ષક ચાર્જર્સ...

1 હેન્ડ ટર્બાઇન સ્માર્ટફોન ચાર્જર
હેન્ડ ટર્બાઇન સ્માર્ટફોન ચાર્જરમાં મીડિયમ વેવ અને એફએમ રેડિયો આપવામાં આવ્યા છે. આ ચાર્જરને ખાસ કરીને આઉટડોર યુઝ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ચાર્જરમાં આપેલો હુક ફેરવવાથી બેટરી ચાર્જ થાય છે.

2 કેમ્પ સ્ટવ
કેમ્પ સ્ટવની મદદથી આપ આપનો મોબાઇલ કોઇ પણ સ્થળે ચાર્જ કરી શકો છે. આ ચાર્જર ટ્રેકિંગ પર જનારા લોકો માટે ખાસ ઉપયોગી છે. કારણ કે મોબાઇલ ચાર્જિંગ ઉપરાંત તેનો ઉપયોગ સ્ટવ તરીકે પણ થઇ શકે છે.

3 ઇપીફેની ઓનપુક
તમે આમાં કોલ્ડ ડ્રિંક પીવો કે ચા પણ આ ચાર્જરની મદદથી ગમે તે સમયે મોબાઇલ ચાર્જ થઇ શકે છે.

4 ઇલેક્ટ્રી
આ કોઇ સાધારણ બોન્સાઇ ટ્રી નથી. આ સોલર મોબાઇલ ચાર્જર છે. તેમાં લાગેલી સોલર પેનલ ખૂબ પાવરફુલ છે. મોબાઇલ ઉપરાંત અન્ય ગેજેટ્સ પણ ચાર્જ થઇ શકે છે.

5 પાવરટ્રીક
પાવરટ્રીક મોબાઇલ ચાર્જરની સાથે પાવર બેંકનું પણ કામ કરે છે.

6 પાવરપોટ
પાવરપોટમાં પાણી ગરમ કરવાની સાથે મોબાઇલ ચાર્જ થઇ શકે છે.

7 સોલર સનફ્લાવર
આ સોલર સનફ્લાવર પોટને ઘરની બારીમાં મૂકીને મોબાઇલ ચાર્જ કરી શકાય છે.

8 સોલર ગોગલ્સ ચાર્જર
આ સન ગ્લાસ કોઇ સાધારણ સનગ્લાસ નથી. તેમાં સોલર ગ્લાસ લાગેલા છે. તેની મદદથી આપ સૂર્ય સામે આંખને રક્ષણ આપવા ઉપરાંત મોબાઇલ પણ ચાર્જ કરી શકો છો.

9 સોલર પાવર પ્રિન્ટર
સોલર પ્રિન્ટરને આપ ક્યાંય પણ ઉપયોગમાં લઇ શકો છો. તેમાં સોલર સેલ લાગેલા છે.

10 સોલર કેમેરા ટ્રેપ
સોલર કેમેરા ટ્રેપમાં સોલર સેલ લાગેલા છે. તેને ગળે ભેરવી રાખવાથી બેટરી ચાર્જ થઇ શકે છે.

11 સોલર સ્ટ્રીટ લાઇટ્સ
સોલર સ્ટ્રીટ લાઇટ્સની મદદથી ટ્રાફિકનું સંચાલન કરવામાં વીજળીની જરૂર પડતી નથી.

12 સોલર પાવર રેડિયો
આ રેડિયો સોલર સેલથી રિચાર્જ થઇને ચાલે છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં વીજળી ના હોય ત્યાં પણ તમે મનોરંજન મેળવી શકો છો.

13 સોલર બેટરી ચાર્જર
આ ચાર્જરને ટ્રાવેલિંગ હેતુથી જ બનાવવામાં આવ્યું છે. તેની મદદથી આપ આપનું કોઇ પણ ગેજેટ ચાર્જ કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
