શા માટે મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે બિંદી?
ભારતમાં મહિલાઓ દ્વારા ધારણ કરવામાં આવતી બિંદીએ ભારતની ટ્રેડિશનલ ફેશનનો એક ભાગ છે. પશ્ચિમી સંસ્કૃતિની અસર ભારતમાં જોવા મળી રહી હોવા છતાં અને ભારતમાં આધુનિકતા આવ્યા પછી પણ અહીની મહિલાઓ દ્વારા બિંદી લગાવવાનું ઓછું કર્યું નથી. એથી પણ વધુ સમયની સાથે બિંદી મહિલાઓની ફેશનનો એક ભાગ બની ગઇ છે. ટ્રેડિશનલ બિંદીથી માંડીને ફેન્સી બિંદીનો ક્રેઝ હાલ યુવતીઓ અને પરિણીત મહિલાઓમાં જોવા મળી રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે બિંદી લગાવવા પાછળ શારીરિક ફાયદાની સાથોસાથ ધાર્મિક લાભ પણ રહેલો છે. સંસ્કૃતમાં બિંદીનો અર્થ ડ્રોપ એટલે કે બુંદ એવો થાય છે. બિંદીને મસ્તિષ્કની વચ્ચે બે આઇબ્રોની વચ્ચે લગાવવામાં આવે છે. જે આપણા શરીરનો મુખ્ય સંવેદનશીલ ભાગ છે. ટ્રેડિશનલ બિંદી એટલે કે એક મોટું લાલ ટપકું, જે મસ્તિષ્કની વચ્ચે લગાવવામાં આવે છે, જેને કુમકુમ પણ કહેવમાં આવે છે. કુમકુમને ટર્મરિક અથવા કેસરના પાવડરમાંથી બનાવવામાં આવે છે, ચૂનો નાખવામાં આવે છે, જેથી તે લાલ રંગ પકડે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ બિંદીના મહત્વને.

સ્વાસ્થ્ય પર બિંદીની અસર
બિંદી લગાવવાથી સ્વાસ્થ્યને તે ઘણી ફાયદાકારક રહે છે. ટ્રેડિશનલ બિંદીમાં કુમકુમ હોય છે, જેને કેસરમાંથી બનાવવામાં આવે છે અને માથાના દુખાવા માટે કેસરને અક્સિર ઉપચાર માનવામાં આવે છે. તેમજ તે માથાને ઠંડુ રાખવામાં અને શક્તિની રક્ષા કરવામાં મદદરૂપ થાય છે.

ધાર્મિક મહત્વ
બિંદીને બે આઇબ્રોની વચ્ચે ધારણ કરવામાં આવે છે, જ્યાં અજના ચક્ર આવેલું છે. હિન્દુ ગ્રંથો અનુસાર, આ એ બિંદુ છે, જ્યાંથી આત્મા શરીરની અંદર આવે છે અને શરીરનો ત્યાગ કરે છે. તેમજ આ એ બિંદુ ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું પણ છે, જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવાથી તણાવ દૂર થઇ જાય છે. મસ્તિષ્કમાં બિંદી લગાવવાથી જ્ઞાનતંતુઓને ટાઢક રહે છે.

શિવ સાથે સંબંધ
આ ઉપરાંત બિંદીએ શિવના ત્રીજા નેત્રને પણ રજૂ કરે છે. એવું કહેવાય છે કે આપણી ધાર્મિક આંખ કેન્દ્રમાં આવેલી છે.

લગ્નની નિશાની
બિંદી મોટાભાગે પરિણીત મહિલાઓના કપાળે વધારે જોવા મળે છે. જો કે, અપરિણીત યુવતીઓ ખાસ કરીને સાઉથ ઇન્ડિયન પણ બિંદીને ધારણ કરે છે. બિંદી મોટાભાગે લાલ રંગની હોય છે જે સન્માન, પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક છે. તેમ છતાં બિંદીને પરિણીતાનું ઘરેણું પણ કહેવાય છે, વિધવા મહિલા બિંદીને ધારણ કરી શકતી નથી.

બિંદી પહેરવાની ટ્રેડિશનલ રીત
ટ્રેડિશનલ બિંદી હંમેશા લાલ અથવા મરૂણ રંગની હોય છે. તેને કપાળમાં ધારણ કરવા માટે આંગળીનો અથવા તો નાની અમથી લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. બિંદીને કુમકુમ અથવા તો સેન્ડલવુડની પેસ્ટમાંથી કરવામાં આવે છે, પરંતુ હાલ મહિલાઓ તૈયાર બિંદી લગાવવાનું વધારે પસંદ કરે છે.

મોર્ડન યુઝ
બિંદી આજકાલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ થઇ ગઇ છે. હવે તે પરિણીત મહિલાઓ સુધી સીમિત રહી નથી. તેમજ તે પોતાના પર્ટિક્યુલર કલર અથવા શેપ સુધી જ સીમિત રહી નથી. તે હાલ વિવિધ આકારમાં અને પેટર્નમાં જોવા મળી રહી છે, જે બિંદી પહેરવાની પ્રથાના જીવંત રાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
