'શ્રમેવ જયતે'ની ખાસ વાતો જે કર્મચારીઓને લાગશે કામ
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમેવ જયતે યોજનાની શરૂઆત કરી છે. કહેવામાં આવે છે કે કંપનીઓનું કામ તો સરળ થશે જ સાથે જ તેનાથી શ્રમિક અથવા કર્મચારીને સૌથી મોટો ફાયદો થવાનો છે. તેનાથી કર્મચારીઓને મહેનતથી કમાયેલી રકમની ખબર પડી જશે. મોટાભાગે અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે જ્યારે કર્મચારી એક કંપનીમાં વર્ષોથી કામ કર્યા બાદ જ્યારે બીજી કંપની જોઇન કરે છે તો તે પોતાના પીએફમાં જમા રકમ અથવા બચત પર ધ્યાન આપતો નથી.
આમ એટલા માટે પણ થાય છે કારણ કે ઘણા કર્મચારીઓને એ ખબર હોતી નથી કે તેમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થયા છે. આ જ કારણ છે કે આજે પણ પીએફ એકાઉન્ટમાં હજારો-કરોડો રૂપિયા એવા છે જેનો દાવો કરનાર કોઇ કર્મચારી જ નથી. લાખો કર્મચારી પોતાનો પીએફ નીકાળી શકતા નથી.
હકિકતમાં આ કર્મચારીઓની સાચી જમા પૂંજી હોય છે. વડાપ્રધાનની શ્રમેવ જયતે યોજનાથી તમને શું ફાયદો શું થવાનો છે અને કેવી રીતે તમે આ યોજના હેઠળ તમારા પીએફ એકાઉન્ટમાં જમા ધન જોઇ શકો છો અને તે બચતનો ઉપયોગ કરી શકો છો. જાણો એવી કેટલીક ખાસ વાતો:

યૂએએન નંબરથી તમારા પીએફનું સમાધાન
શ્રમિકો અથવા કર્મચારીના પીએફ એકાઉન્ટમાં જમા ધન વિશે સમયાંતરે જાણી શકો છો. કારણ કે તમને એક યૂનિવર્સલ એકાઉન્ટ નંબર મળશે. જેને યૂએએન (UAN) કહેવામાં આવે છે. યૂએએન એકાઉન્ટ નંબરથી તમને એક ફાયદો એ થશે કે જ્યારે તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જશો તો તમને સરળતાથી ખબર પડી જશે કે તમારા એકાઉન્ટમાં કેટલી રકમ જમા કરવામાં આવી છે. તે જમા ધન જોઇને આ પ્રક્રિયાને ફોલો કર્યા બાદ તેને કાઢી પણ શકો છો.

તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી
બીજો ફાયદો તમને એ થવાનો છે કે તમે એ જાણી શકશો કે કંપની તમારા એકાઉન્ટમાં પીએફના પૈસા જમા કરાવી રહી છે કે નહી. જો નથી કરાવી ર હી તો તમારા યૂએએન એકાઉન્ટ નંબરના માધ્યમથી જમાધનની પૂરી જાણકારી લીધા બાદ કાર્યવાહી માટે ઇપીએફઓ પાસે જઇ શકો છો.

આનાથી તમે બની જશો સ્માર્ટ
ત્રીજો ફાયદો એ થશે કે કંપનીઓ તમને અંધારામાં રાખી શકશે નહી કે તમારો પીએફ આટલો કાપવામાં આવી રહ્યો છે. એનો મતલબ એ કે જે ઇપીએફઓ હેઠળ આવી છે તે કર્મચારીના વધુ પૈસા કાપતાં પહેલાં સો વાર વિચાર કરશે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિલોને પણ મળશે ફાયદો
જાણકારી અનુસાર દેશમાં કરોડો લોકો અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. એવા શ્રમિકો માટે પણ ઇપીએફઓની સ્કીમ હેઠળ ફાયદો મળશે. તે એ છે કે તેમને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના હેઠળ પણ લાભ મળી શકે છે.

તાલિમી યુવા કર્મચારીને લાભ
જ્યારે કોઇ યુવક પ્રથમ કંપની જોઇન કરે છે તો તે લગભગ એક વર્ષ અથવા છ મહિના સુધી તાલિમી શ્રમિકના રૂપમાં કાર્ય કરે છે. એવામાં તેમને પ્રોત્સાહન આપવા માટે એપ્રેંટિસ પ્રોત્સાહન યોજના છે. જેના હેઠળ તાલિમી કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના શ્રમેવ જયતે યોજનાનો જ ભાગ હશે.

શ્રમેવ જયતેથી આ પણ ફાયદો
પીએફ એકાઉન્ટ તમારી મહેનતની કમાણી હોય છે. કંપની છોડતી વખતે તમને આ ભેટ જેવું લાગશે. છેલ્લી વાત એ છે કે જો તમારી કંપનીએ તમારા એકાઉન્ટ, પાન કાર્ડ વગેરેની જાણકારી માંગીને અત્યાર સુધી ઇપીએફઓને જમા કરાવી નથી તો તમારી કંપની પર કાર્યવાહી થઇ શકે છે. કારણ કે આ જાણકરી જમા થયા બાદ જ તમને યૂએએન આઇડી મળી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
