શોધમાં દાવોઃ મીઠા અને નવસેકા પાણીના કોગળા બચાવશે કોરોના વાયરસથી
મીઠા અને નવસેકા પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણનુ જોખમ ઓછુ રહે છે.
ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસની ચપેટમાં આખી દુનિયા છે. અત્યાર સુધી 50 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસની કોઈ વેક્સીન હજુ સુધી બજારમાં આવી નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સાવચેતીઓ રાખવાથી જ કોરોનાથી બચી શકાય છે. હાલમાં જ એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ વિશે એક મહત્વની શોધ કરી હતી. જે મુજબ મીઠા અને નવસેકા પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણનુ જોખમ ઓછુ રહે છે. વળી, સંક્રમિત વ્યક્તિ આની મદદથી જલ્દી રિકવર થઈ જાય છે.

66 દર્દીઓ પર થયુ અધ્યયન
અધ્યયન મુજબ નાક અને ગળાના સંક્રમણવાળા 66 રોગીઓને એડિનબર્ગના રૉયલ ઈન્ફર્મરી અને વેસ્ટર્ન જનરલ હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા હતા. આમાંથી 32 રોગીઓને મીઠાના પાણીથી કોગળા કરવા માટે કહેવામાં આવ્યુ જ્યારે 34નો નિયમિત ઈલાજ કરવામાં આવ્યો. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જોયુ કે મીઠાના પાણીથી કોગળા કરનાર બાકી દર્દીઓની તુલનામાં જલ્દી રિકવર થયા. તે દિવસમાં 12 વખત કોગળા કરતા હતા. જર્નલ ઑફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત અધ્યયનમાં ડૉ. સંદીપ રામલિંગમે લખ્યુ હતુ કે શ્વસન નળીના સંક્રમણને મીઠાના પાણીમાં કોગળાએ સરેરાશ અઢી દિવસમાં ઘટાડી દીધુ.

30 સેકન્ડ સુધી કરતા રહો કોગળા
તેમણે જણાવ્યુ કે મીઠાના પાણીની મદદથી તમે કોરોના વાયરસના સંક્રમણના જોખમને ઘટાડી શકો છો. સાથે જ સંક્રમિત દર્દીઓના પણ જલ્દી રિકવર થવાની સંભાવના છે. ડૉ. સંદીપના જણાવ્યા મુજબ વાયરસના જોખમને ઘટાડવા માટે ઓછામાં ઓછા 30 સેકન્ડ સુધી કોગળા કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે ભારતાં હજુ પણ લોકો જૂની ચિકિત્સા પદ્ધતિ પર વધુ ભરોસો કરે છે. જ્યારે પણ ગ્રામીણ વિસ્તારોમાંકોઈને શરદી-ખાંસી થાય છે ત્યારે તેને નવસેકાં પાણીમાં મીઠુ નાખીને કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઘરેલુ નુસ્ખા ગળાના સંક્રમણમાં ઘણા કારગર સાબિત થાય છે.

પહેલાથી વધુ ખતરનાક થયો કોરોના વાયરસ
ચીની મીડિયાના રિપોર્ટ અનુસાર જિલિન અને હેઈલાંગજિઆંગમાં જે દર્દી મળ્યા છે તેમાં પહેલાથી અલગ લક્ષણ દેખાઈ રહ્યા છે. ક્રિટિકલ કેર મેડિસિના વિશેષજ્ઞ ક્યુ હાઈબોના જણાવ્યા મુજબ પૂર્વોત્તરમાં જે દર્દી મળી રહ્યા છે, તેમનો ઈન્ક્યુબેશન પીરિયડ લાંબો છે એટલે કે નવા દર્દીમાં લક્ષણ વિલંબથી દેખાઈ રહ્યા છે. હાએબોના જણાવ્યા મુજબ જ્યારે લક્ષણ વિલંબથી દેખાય છે તો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોમાં ખતરો વધુ રહે છે. વળી, નવા દર્દીઓમાં વાયરસ પહેલાની તુલનામાં વધુ વાર સુધી રહે છે. એવામાં શરીરને વધુ નુકશાન પહોંચાડે છે. વળી, પૂર્વોત્તરમાં જે દર્દી આવ્યા છે તેમાંથી બહુ ઓછા લોકોને તાવ આવ્યો છે. આ દરમિયાન વાયરસ માત્ર ફેફસા પર હુમલો કરીને તેને નુકશાન પહોંચાડી રહ્યો છે. મોટભાગના કેસોમાં શરીરના બાકીના અંગ ઠીક રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
