ગણતંત્ર દિન 2018: પરેડનું મુખ્ય આકર્ષણ છે BSFની ઊંટોની ટુકડી
ગણતંત્ર દિવસ 2018ની ઉજવણીમાં ભાગ લેશે ઊંટોની ટુકડીવિશ્વમાં માત્ર ભારતની બીએસએફ પાસે છે ઊંટોની ટુકડીવધુ ખાસ વાતો જાણો અહીં...
ગણતંત્ર દિવસની પરેડ ઘણી ખાસ હોય છે, આ પરેડની ચર્ચા ભારત ઉપરાંત વિદેશોમાં પણ થાય છે. આમ તો આ પરેડ દ્વારા ભારત પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે છે, તેની સાથે જોડાયેલ દરેક વસ્તુ નિરાળી છે. આ નિરાળી વસ્તુઓમાંની જ એક છે, ઊંટોની ટુકડી, જે આ પરેડમાં ભાગ લે છે. ઊંટોની ટુકડીને પરેડમાં લાવવા માટે બીએસએફ ઘણી મહેનત કરે છે.

ઊંટોની ટુકડી
- સીમા સુરક્ષા દળ(બીએસએફ)ની ઓળખાણ ઊંટોની ટુકડીથી થાય છે.
- ઊંટોને પહેરાવવામાં આવતા રંગબેરંગી તોરણો લાજવાબ હોય છે.
- લગભગ 40 વર્ષથી આ ઊંટની ટુકડી પરેડમાં ભાગ લઇ ગણતંત્ર દિવસની રોનક વધારે છે.
- દુનિયાની આ એકમાત્ર ઊંટોની ટુકડી છે, જે માત્ર બેન્ડ સાથે રાજપથ પર પ્રદર્શન નથી કરતું, પરંતુ એની સાથે જ સીમા પર રખવાળી પણ કરે છે.
- વર્ષ 1976માં પહેલીવાર 90 ઊંટોની ટુકડી ગણતંત્ર દિવસની ઉજવણીનો ભાગ બની હતી, જેમાં 54 ઊંટ સૈનિકો સાથે અને બાકીના બેન્ડના જવાનો સાથે હતા.
- બીએસએફ દેશની એક માત્ર એવી ફોર્સ છે, જેની પાસે અભિયાનો અને સમારંભો બંને માટે સુસજ્જિત ઊંટોનું દળ છે.
- બીએસએફના જવાનો ઇન્ડો-પાક બોર્ડર પર પેટ્રોલિંગ માટે ઊંટોનો ઉપયોગ કરે છે.
- સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક બળ છે.
- રણમાં પાણી વિના ઊંટ રહી શકે અને આ માટે જ બીએસએફમાં ઊંટોનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ ઊંટોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે.
- બોર્ડર સિક્યોરિટી ફોર્સની રચના 1 ડિસેમ્બર, 1965માં થઇ હતી.
- વર્તમાન સમયમાં બીએસએફની 188 બટાલિયન છે.
- બીએસએફ 6385.36 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરે છે, જે દુર્ગમ રણો, નદી-ઘાટ અને હિમાચ્છાજિત પ્રદેશો સુધી ફેલાયેલી છે.

એક માત્ર ઊંટોની ટુકડી

ઊંટોનું દળ

વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ

બીએસએફની 188 બટાલિયન
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
