Relationship Tips : પત્ની આ પાંચ કારણે કરે છે પતિ પર શંકા, ખાલ જાણી લે પતિ
Relationship Tips : વહેમની કોઇ દવા નથી હોતી. જો શંકાનું સમયસર સમાધાન કરવામાં ન આવે તો શંકાના કારણે સંબંધો તૂટતા વાર લાગતી નથી. આ અહેવાલમાં આપણે જાણીશું કે, પત્ની એવા કયા કયા કારણોસર પતિ પર શંકા કરે છે.
Relationship Tips : પતિ અને પત્નીનો સંબંધો વિશ્વાસની પાતળી દોરી પર ટકેલો હોય છે. જો તેમાં વહેમનો પ્રવેશ થાય તો સંબંધો તૂટતા વાર લાગતી નથી. કારણે કે, વહેમની કોઇ દવા નથી હોતી. ઘણીવાર એવી ઘણી પરિસ્થિતિ ઉભી થાય છે, જેનાથી વહેમનો જન્મ થાય છે.
પતિ ઘણીવાર જાણેઅજાણે એવું વર્તન કરે છે, જેનાથી તેની પત્નીને શંકા કરવા માટે કારણો મળે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, પત્ની એવા કયા કયા કારણોસર પતિ પર શંકા કરે છે.

ધ્યાન ન આપવું
દરેક પત્ની ઈચ્છે છે કે, તેનો પતિ હંમેશા તેના પર ધ્યાન આપે, પરંતુ કેટલીકવાર પુરૂષો કામમાં વ્યસ્ત હોવાને કારણે પત્ની પર ધ્યાનઆપતા નથી, આવી સ્થિતિમાં પત્નીને શંકાઓ થવા લાગે છે.
પતિએ તેની પત્નીને છોડતી વખતે અને પાછા ફરતી વખતે આલિંગન આપવુંજોઈએ, તેની પ્રશંસા કરવી જોઈએ, તેની સંભાળ લેવી જોઈએ.

મોડી રાત સુધી મોબાઈલ સાથે વળગી રહેવું
મોબાઈલ એ આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે, તેના વિના જીવવું શક્ય નથી, પરંતુ જ્યારે પતિ કામ પરથી પાછા ફર્યાપછી પણ મોબાઈલનો ઉપયોગ કરે છે, અથવા મોડી રાત સુધી ફોન પર ચેટિંગ કરે છે, ત્યારે પત્ની તેના પતિ પર શંકા કરવા લાગે છે.

પત્નીથી છૂટાછેડા
પતિ-પત્ની વચ્ચે ઝઘડા કે અણબનાવ થવો સામાન્ય વાત છે, પરંતુ જો તમે કોઈ મોટા કારણ વગર તમારી પત્ની સાથે વાત ન કરો, દૂરરહેવાનું શરૂ કરો, બીજા રૂમમાં સૂઈ જાઓ, તો શંકા થવાની જ છે. પત્નીને લાગે છે કે, કોઇ અન્ય છોકરીએ તેના પતિના જીવનમાં પ્રવેશ કર્યોછે, અને તમે છૂટાછેડા લેવા માંગો છો.

સ્ત્રી મિત્ર સાથે કલાકો સુધી વાત કરવી
આજના યુગમાં પુરુષોની મહિલાઓ સાથે મિત્રતા કરવી સામાન્ય વાત છે, આ મિત્રતાનો સંબંધ લગ્ન બાદ પણ અવિરત ચાલુ રહે છે, પરંતુજો પતિ તેની મહિલા બેસ્ટ ફ્રેન્ડ સાથે સતત વાત કરે, તો પત્નીને તે બિલકુલ ગમતું નથી, અને એ કારણે તેના મનમાં શંકા જન્મે છે.

હંમેશા ગુસ્સો કરવો
જો પત્નીથી કોઈ મોટી ભૂલ થઈ જાય, તો પતિ ઘણીવાર ગુસ્સો વ્યક્ત કરે છે, જેને સામાન્ય ગણી શકાય, પરંતુ જો પતિ તેની પત્ની પરદરેક સમયે મારપીટ કરતો હોય અથવા વળકા ભરતો હોય, તો પત્નીને લાગે છે કે, તેના જીવનમાં બીજું કોઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
