Ratan tata Death : રતન ટાટાનું ગુજરાત સાથે હતું ખાસ કનેક્શન, જાણો રાજ્યના વિકાસમાં ટાટા ગ્રુપનું યોગદાન
ratan tata gujarat connection : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા 86 વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કહીને અનંત યાત્રાએ રવાના થયા છે. ભારતના વિકાસમાં યોગદાન આપનારા ટાટા સન્સના ચેરમેન રતન ટાટાના નિધનથી પુરો દેશ દુખી છે.
ભારતના અર્થતંત્રમાં મહાનાયકનો રોલ ભજવનારા જેઆરડી ટાટાના ઉત્તરાધિકારી રતન ટાટા દેશના સરળ જીવન જીવનારા મહાન ઉદ્યોગપતિમાં સામેલ હતા.

આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનારા ટાટા ગ્રુપના ચેરમેન જેઆરડી ટાટાએ રતન ટાટાને તેમની વિરાસત સોંપી હતી. જેઆરડી ટાટાના નિધન બાદ રતન ટાટાએ હંમેશા દેશને આગળ રાખીને પોતાની કંપનીઓને ચલાવી છે.
વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રતન ટાટાનું ગુજરાત સાથે જુનુ કનેક્શન છે. તેમના પિતા નવલ ટાટા મુળ ગુજરાતના સુરતના રહેવાસી છે. રતન ટાટાના વ્યવસાયિક કૌશલ્ય અને દુરદ્રષ્ટિએ ગુજરાતની વિકાસ યાત્રામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે.
રતન ટાટા દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ રોકાણો ઘણા મહત્વના છે. 2015માં તેમણે સુરતમાં એક વિશાળ ટાટા ઈલેક્ટ્રિક ગાડીના ઉત્પાદનમાં રોકાણ કર્યું છે. જે રાજ્યના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં સહાયક બન્યું છે. ટાટા મોટર્સની સૌથી ચર્ચિત કાર ટાટા નેનો માટે ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપવામા આવ્યો હતો. જો કે ટાટા નેનો અપેક્ષા પ્રમાણે ખરી ન ઉતરી.
રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપે ગુજરાતમાં અનેક સામાજિક કાર્યક્રમો ચલાવ્યા છે. જેમાં શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ ક્ષેત્રે અગ્રગણ્ય પ્રોજેક્ટો શામેલ છે. ટાટા સચ્ચલ ફાઉન્ડેશન દ્વારા પ્રદાન કરાતી શિક્ષણ સહાય ગામડાઓમાં બાળકોની શિક્ષણને મજબૂત બનાવવામાં સહાય કરે છે.
રતન ટાટાએ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને માન આપ્યું છે. તેઓ સામાન્ય રીતે ગુજરાતની પરંપરાગત શૈલીઓ અને વાસ્તુકલાના ચાહક રહ્યાં છે. આ સાથે મણે રાજ્યની ઇતિહાસિક ધરોહરને જાળવવામાં અને વિસ્તૃત કરવામાં પણ યોગદાન આપ્યુ છે.
રતન ટાટાનું ગુજરાત સાથેનું કનેક્શન માત્ર વ્યાપારિક ન્હોતું પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પણ છે. તેમના યોગદાનને કારણે ગુજરાત ન માત્ર આર્થિક રીતે મજબૂત બન્યું છે, પરંતુ એ દેશના વિકાસમાં એક પ્રેરણા તરીકે ઊભું થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
