અલ્હાબાદમાં જૈગુઆર ક્રેશ, જાણો જૈગુઆર વિમાનના 10 રહસ્યો
અલ્હાબાદ, 16 જૂન: અલ્હાબાદથી 13 કિલોમીટર દૂર અભ્યાસ કરતી વખતે મંગળવારે સવારે જૈગુઆર વિમાન ક્રેશ થયું. જો સત્યતા પર એક નજર કરવામાં આવે તો વાયુદળ સામે આ એક મોટી સમસ્યા છે, કેમકે વાયુસેના ના સૌથી મોંઘા વિમાનમાનું એક જૈગુઆર છે.
જોકે રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં બંન્ને પાયલટ સુરક્ષિત છે. હવે તપાસનો વિષય એ છે કે જૈગુઆરમાં દુર્ઘટના કેવી રીતે બની. બામરોલી હવાઇમાર્ગથી હજુ તો વિમાને ઉડાન ભરી જ હતી ને થોડીક જ મીનીટો પછી પાયલટે ગ્રાઉંડ સ્ટાફને વિમાનમાં તકનીકી ગડબડ છે એવી માહિતી મોકલી આપી હતી. વિમાનને કાબુમાં લાવવામાં જ્યારે પાયલેટ અસફળ રહ્યા ત્યારે, તેઓએ પોતાને સુરક્ષિત રાખવા માટે પેરાશૂટ ધ્વારા વિમાનમાંથી બહાર નીકળી આવ્યા અને વિમાનને છોડી દિધુ, ત્યારપછી વિમાન નૈની વિસ્તારમાંની ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.
જમીન પર પડવાથી વિમાનમાં આગ લાગી અને આગને ઓલવવા માટે ફાઇયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો. જમીન પર કોઇને પણ નુકસાન પહોચ્યું નથી.
આવો એક નજર કરીએ જૈગુઆર વિમાન વિશેની આ રસપ્રદ માહિતી પર...

જૈગુઆરની કિંમત?
એક જૈગુઆર વિમાનની કિંમત 95 કરોડ રૂપિયા થાય છે.

ભારતમાં ક્યારથી આવ્યા જૈગુઆર?
ભારતની જમીન પર સૌપ્રથમવાર 27 જુલાઇ 1979 ના રોજ આ વિમાન ઉતર્યુ હતું.

જૈગુઆર આવતા નિકળી ગયા વેમ્પાયર
જે વર્ષમાં જૈગુઆર ભારતમાં આવ્યા એ વર્ષે જ હેવીલેંન્ડના વૈમ્પાયર વિમાન રિટાયર થઇ ગયા.

કૈનબેરા, હૉકર થયા આઉટડેટેડ
જૈગુઆરના આવતા જ 1957માં ભારતીય વાયુદળના કૈનબેરા બી અને હૉકર હંટરને આઉટડેટેડ ગણાવી દેવામાં આવ્યા.

જૈગુઆર ઉડાવનાર પહેલા ભારતીય
જૈગુઆર ઉડાવવા વાડા પહેલા ભારતીય પૂર્વ વિંગ કમાંડર ડો. નડકર્ની હતા, જે જૈગુઆરની ટ્રેનિંગ માટે યુકે ગયા હતાં. તેમને અન્ય પાયલોટની જોડે 25 ફ્રેબ્રુઆરીએ 1979માં લંડન પહોંચ્યા હતા.

જૈગુઆરથી પહેલા સી સર્વાઇવલ
ટ્રેનિંગ જૈગુઆર ઉડાવવા માટે ટ્રેનિંગ પહેલા પાયલટનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારબાદ સી-સર્વાઇવલ ટ્રેનિંગ એટલે કે શૂન્ય ડિગ્રીથી નીચે સમુદ્રમાં કૂદ્યા બાદ આપ કેવી રીતે બહાર નીકળી શકો છો.

અમેરિકાએ કરી હતી જાસૂસી
ડા.નડકર્નીના મત મુજબ જ્યારે પહેલી વાર જૈગુઆર ને ભારત લાવવામાં આવ્યું હતું ત્યારે અમેરિકી વિમાને આકાશમાં ખૂબ ઉંચેથી જૈગુઆરનો પીછો કર્યો હતો અને ફોટા પાડ્યા હતા.

જૈગુઆરનું ભારતીય નામ
જૈગુઆર જ્યારે ભારત આવ્યું ત્યારે તેનું નામ ઇંદ્ર (INDRA) સુચવવામાં આવ્યું, પરંતુ આ નામને એયર ચીફ માર્શલ દિલબાગ સિંહને અટલામાટે ના પાડ્યું કેમકે આ નામ પૂર્વપ્રધાનમંત્રી ઇંદિરા ગાંઘી થી મળતું હતું.

જૈગુઆરનું ભારતનું નામ ડરીન
ડીઆરડીઓને જૈગુઆરનું નામ ડરીન (DARIN) આપ્યું. જેનું ફુલ ફૉમ છે ડિસ્પ્લે એટૈક રેંજિંગ ઇનર્શિયલ નેવીગેશન .

પરમાણું પથિયાર થી લૈસ
મિરાજ પછી જૈગુઆર ભારતીય વાયુસેના નું એક માત્ર વિમાન છે કે જે પરમાણું હથિયારોથી લૈસ હોય શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
