Ramzan 2023: ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન? જાણો કેમ મનાવાય છે રમઝાન, કેમ રાખવામાં આવે છે રોજા
ભારતમાં પવિત્ર રમઝાન મહિનો શરુ થવા જઈ રહ્યો છે. આવો જાણીએ ક્યારે શરુ થશે. શું છે તેનુ મહત્વ અને રોજા કેમ રાખવામાં આવે છે.

Ramzan 2023: ઈસ્લામિક કેલેન્ડરના પવિત્ર રમઝાન મહિનાની શરુઆત 22 માર્ચ, બુધવારે થવાની સંભાવના છે. જે 21 એપ્રિલ, શુક્રવાર સુધી ચાલશે અને ઈદ સાથે સંપન્ન થશે. ઈદ ઉલ ફિત્ર 22 એપ્રિલ શનિવાર અથવા 23 એપ્રિલ રવિવારે મનાવવામાં આવી શકે છે જે ચાંદ પર નિર્ભર કરે છે.

મઝાન મહિનો સૌથી પવિત્ર
ઈસ્લામિક માન્યતા અનુસાર, પયગંબર મોહમ્મદ સાહેબે આ સમયે ઈ.સ. 610માં કુરાન શરીફની તાલીમ મેળવી હતી. આ મહિનામાં પેયગમ્બર સાહેબને અલ્લાહ દ્વારા તેમના સંદેશવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારથી રમઝાન મહિનો સૌથી પવિત્ર મહિના તરીકે ઓળખાય છે.

રોજા કેમ રાખવામાં આવે છે?
રમજાન અથવા રમઝાન શબ્દ મૂળભૂત રીતે અરબી શબ્દ છે, એટલે કે તેનુ મૂળ અરેબિયામાંથી આવ્યુ છે. અરબી ભાષામાં તેનો અર્થ થાય છે "ગરમ તાપ અને શુષ્કતા" એવુ માનવામાં આવે છે કે સૂર્યના પ્રખર તાપમાં વ્રત કરનારના પાપ બળી જાય છે અને મન સ્વચ્છ બને છે.

રોજા દરમિયાન શું કરે છે?
રોજામાં સૌથી મહત્વની બાબત છે આત્મ-નિયંત્રણ. તમારી આંખો, નાક, કાન, જીભ અને વિચારો પર નિયંત્રણ રાખો. આ દરમિયાન વ્યક્તિએ ખરાબ વિચારવુ, ખરાબ જોવાનુ, ખરાબ સાંભળવુ અને ખરાબ બોલવાનુ ટાળવુ જોઈએ. આ પવિત્ર માસ ખરાબ ટેવો છોડવાની પણ પ્રેરણા આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
