સાવધાન: જો પોર્ન જુઓ છો, તો આ એપથી દૂર રહેજો
પોર્ન જોનાર લોકો માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. જી હા, એક એવી એપ છે, જેમાં ઇનસ્ટોલ થવા પર ખુબજ ચુપકીદીથી તે યુઝરની તસવીર લઇ લીધા બાદ યુઝર પાસેથી ખંડણીની માંગ કરે છે.
સાઇબર સીક્યોરીટી ફર્મ જેડસ્કેલરે નોંધ્યુ છેકે એક નવા જ પ્રકારની માલવેયર પોર્નોગ્રાફી દ્વારા લોકોને એપ ડાઉનલોડ કરવા અને ઇનસ્ટોલ કરવા માટે આકર્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ આ એપ લોકોની ખુફિયા રીતે તસવીર લઇ લે છે. ફોનને હેક કરી લે છે, અને પેપૉલ દ્વારા ખંડણીના રૂપમાં 500 ડૉલર એટલે કે 32 હજાર રૂપિયા જેટલી રકમ ખંડણી તરીકે માંગે છે.

એપ્લીકેશન
આ એપ્લીકેશન પોર્ન વિડીયો પ્લેયર છે. જેને એડલ્ટ પ્લેયરના નામે જાણવામાં આવે છે. આ એપ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ પર ચાલે છે. આ એપ ગુગલ ઇંક તરફથી એન્ડ્રોઇડ એપ સ્ટોરમાં લીસ્ટેડ નથી.

ડાઉનલોડ સોર્સ
આ એપને થર્ડ પાર્ટી સોર્સથી ડાઉનલોડ કરી શકાય છે.

ખંડણીની માંગ
જ્યારે કોઇ યુઝર આ એપનો ઉપયોગ શરૂ કરે છે. ત્યારે ગુપચુપ રીતે આ એપ યુઝરની તસવીર ખેંચી લે છે. ત્યારબાદ તસવીરને રૈનસમવેયર સ્ક્રીન પર રૈનસમ મેસેજ દ્વારા બતાવવામાં આવે છે. અને પછી યુઝર પાસે ખંડણી માંગવામાં આવે છે.

અનઇન્સ્ટોલ નથી થતી
ફોનને રીબુટ કરવા છતા માલવેયર ફરી એકખત એક્ટીવ થઇ જાય છે. અને એટલે યુઝર ડીવાઇઝ સેટીંગમાં જઇને તેને અનઇન્સ્ટોલ નથી કરી શક્તા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
