Pics: કોઇ રાજનેતાએ ચડાવી ચાદર તો કોઇએ માની બાધા
બેંગલુરુ, 25 એપ્રિલ: શુક્રવારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કેદારનાથ ધામના દર્શન કર્યા, બાબાના ધામમાં રાહુલ ગાંધીએ શું માંગ્યું એવા મીડિયાના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે હું ક્યારેય મંદિરમાં જઇને માગતો નથી. જોકે આ પહેલો એવો પ્રસંગ નથી કે કોઇ રાજનેતા આ પ્રકારે ભગવાનના ધામ પર પહોંચ્યો હોય. આ પહેલા પણ ઘણા નેતા ભગવાનના ધામમાં પહોંચીને દેશ અને દેશવાસીયોને આવનારા સંકટમાંથી બચાવવાની દુઆ માંગી ચૂક્યા છે.
ભગવાનના ધામમાં જઇને આમ પૂજા-પાઠ કરવો આમતો દરેક વ્યક્તિનો એક વ્યક્તિગત અધિકાર છે પરંતુ જ્યારે વાત રાજનેતાઓની આવે તો વ્યક્તિગત નહીં પરંતુ સૌની થઇ જાય છે. માત્ર આપણા દેશના જ નેતા ભગવાનના દર પર નથી જતા પરંતુ ઘણા પાડોશી મૂલ્કના પણ નેતાગણ ભારતના ઘણા તીર્થ સ્થાનો પર આવીને પોતાનું શીષ ઝૂકાવે છે.
આવો આપને બતાવીએ એક તસવીરી ઝલક જેમાં ઇશ્વરના દરબારમાં જઇને આ નેતાઓએ માંગી છે દુઆ....

બરાક ઓબામા
અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ખ્વાજા અજમેર શરીફના દરબારમાં ચડાવવા માટે ચાદર મોકલવાવી હતી.

મુફ્તી મોહમ્મદ સઇદ
દરગાહ હજરબલ શ્રીનગરની દરગાહ પર મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદ.

પૂર્વ બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ હુસૈન
ખ્વાજા અજમેર શરીફના દરબારમાં પૂર્વ બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ હુસૈન.

બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ
બાંગ્લાદેશી રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ ખ્વાજા સાહેબના દરબારમાં હાજરી આપી હતી.

ઉમર અબ્દુલ્લાહ
ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ હજરતબલ દરગાહ શ્રીનગરમાં દુઆ માંગતા નજરે પડે છે.

પ્રણવ મુખર્જી
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવેલા દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

ફારૂખ અબ્દુલ્લાહ
એનસીપીના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા હજરતબલ શ્રીનગરની દરગાહ પર નમાજ અદા કરી રહ્યા છે.

હેમંત સોરેન
ભૂતપૂર્વ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે ગયા હતા ત્યારની તસવીર

જયાપ્રદા
સપામાંથી બરખાસ્ત કરવામાં આવેલ નેતા જયાપ્રદા સલીમ ચિશ્તીની દરગાહ પર.

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે ગયા હતા ત્યારની તસવીર. અહીં મોદી અનોખા અંદાજમાં દેખાયા હતા.

સચિન પાયલટ
અઝમેર શરીફની દરગાહ પર કોંગ્રેસ નેતા સચિન પાયલટ.

મોહમ્મદ અઝરૂદ્દીન
અઝમેર શરીફની પાસે દુઆ માંગવા પહોંચેલા કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરૂદ્દીન.

ફારૂખ અબ્દુલ્લાહ
અઝમેર શરીફની પાસે દુઆ માંગવા પહોંચેલા ફારૂખ અબ્દુલ્લાહ.

રાહુલ ગાંધી
કોંગ્રેસના યુવરાજ લાંબી રજાઓ બાદ સ્વદેશ પાછા ફર્યા છે. હાલમાં રાહુલ ગાંધી કેદારનાથ ધામની યાત્રા માટે પગપાળા રવાના થઇ ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
