OYO new rules : OYO હોટલ્સમાં બુકિંગ માટે જરૂર પડશે રિલેશન સર્ટિફિકેટ, જાણો ક્યાંથી અને કેવી રીતે બનાવી શકાય?
OYO new rules : આજકાલ OYO હોટલ્સ ફરીથી ખુબ ચર્ચામાં છે. મેરઠમાં ઓયો હોટલ્સમાં અનમેરિડ કપલ્સને રૂમ આપવા પર પ્રતિબંધ મુકાયા તે સતત ચર્ચામાં છે.
2013 થી શરૂ થયેલી ઓયો હોટલ્સ ભારતભરમાં ફેલાયેલી છે. સસ્તી અને કપલ્સને પસંદ આવતી આ હોટલ્સ ખુબ લોકપ્રિય થઈ છે. હવે ઓયોએ તેની બુકિંગ પોલીસીમાં ફેરફાર કર્યા છે.

પહેલા કપલ ઓયો હોટેલમાં જઈને માત્ર માન્ય આઈડી બતાવીને રૂમ બુક કરી શકતું હતું. હવે Oyo એ કપલ્સ માટે રિલેશનશિપ સર્ટિફિકેટ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું છે. જે કપલ પાસે રિલેશનશિપ સર્ટિફિકેટ નહીં હોય તેમને ઓયોમાં રૂમ નહીં મળે.
રિલેશન સર્ટિફિકેટ કેવી રીતે બને?
રિલેશન સર્ટિફિકેટ એ કોઈ ખાસ ડોક્યુમેન્ટ નથી. ભારતમાં આ માટે કોઈ કાયદો અમલમાં નથી. તેને બનાવવાની કોઈ પ્રક્રિયા પણ નથી. ઓયોની નવી પોલિસી અનુસાર, અપરિણીત કપલને ઓયોમાં રૂમ નહીં મળે. મેરિડ કપલ પરિણીત હોવાનો પુરાવો આપીને ઓયો હોટેલમાં ચેક-ઇન કરી શકે છે.
મેરિટ કપલ્સ રિલેશન સર્ટિફિકેટ તરીકે તેમના લગ્નનું પ્રમાણપત્ર બતાવી શકે છે. જ્યારે અપરિણીત યુગલો પાસે આવું કોઈ પ્રમાણપત્ર નથી. તેમ જ તે આવું સર્ટિફિકેટ મેળવવા માટે ક્યાંય જઈ શકે નહીં. કારણ કે આ માટે કોઈ કાયદો અમલમાં નથી.
જણાવી દઈએ કે, હવે ઓયોમાં બુકિંગ માટે કપલે રિલેશનશિપ સર્ટિફિકેટ બતાવવાની જરૂર છે. કપલ્સ ઓનલાઈન બુક કરાવે કે ઓફલાઈન રિલેશનશિપ સર્ટિફિકેટ બતાવવું પડશે. હાલમાં આ નિયમ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં લાગુ કરવામાં આવ્યો છે.
આ અંગે OYO નોર્થ રિજનના વડા પવન શર્માએ જણાવ્યું કે, OYO લોકોને સુરક્ષિત અને જવાબદાર આતિથ્ય પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે લોકોની સ્વતંત્રતાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાની કાળજી રાખીએ છીએ, અમે જે સૂક્ષ્મ બજારોમાં કામ કરીએ છીએ તેમાં કાયદા અમલીકરણ અને નાગરિક સમાજ જૂથોને સાંભળવાની અને તેમની સાથે કામ કરવાની અમારી જવાબદારીને પણ ઓળખીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
