દીપિકા-કોહલી TIME ના ટોપ 100 પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટ
ટાઇમ્સ મેગેઝિને આ વર્ષના 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં દિપીકા પાદુકોણથી લઇને વિરાટ અને ઓલાના કો ફાઉન્ડરનું પણ નામ છે. જાણો આ તમામ લોકોના નામ અહીં.
વિશ્વની પ્રતિષ્ઠિત પત્રિકાઓમાંથી એક એવા ટાઇમ્સે આ વખતે વિશ્વના 100 પ્રતિભાશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. ભારતમાં જન્મેલા માઇકોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા અને કૈબ સેવા કંપની ઓલાના સહ સંસ્થાપક ભાવિક અગ્રવાલને પણ અલગ જગ્યા આપવામાં આવી છે. આ લોકો માટે ટાઇમ્સમાં લખવામાં આવ્યું છે કે તે આ વર્ષના દુનિયાના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓ છે. જેના માટે અમારું માનવું છે કે આ તેમનો સમય છે. લોકો તેમને પસંદ કરે છે. અને તે માટે તેમની ગજબની પ્રતિભા જવાબદાર છે. અને તેમણે પોતાની ઓળખ જાતે બનાવી છે.

બીજું કોણ લિસ્ટમાં
આ સિવાય આ લિસ્ટમાં ગાયિકા રિહાના, જાપાની વડાપ્રધાન શિંઝો આબે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ અને આયરલેન્ડના મૂળ

વિરાટ
ટાઇમ્સ મેગેઝિને જણાવ્યું છે કે 2018ની આ લિસ્ટમાં 45 લોકો તેવા છે જેમની ઉંમર 40 વર્ષની છે. અને તેમાં 14 વર્ષની એક્ટર મિલ્લી બોબી બ્રાઉન પણ સામેલ છે. જેની ઉંમર અન્ય કરતા સૌથી ઓછી છે. સચિને વિરાટના પ્રોફાઇલમાં લખ્યું છે કે તેમની અંદર રન માટે ભૂખ છે. અને તે તેને જાળવી રાખે છે. આ જ તેમની રમતની ઓળખ બની ગઇ છે. 2008માં અંડર 19 વર્લ્ડ કપમાં કોહલીએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. અને આ ટૂર્નામેન્ટમાં નવી પ્રતિભાઓને અવસર આપવા માટે મહત્વનું હતું. આ દરમિયાન મેં પહેલી વાર વિરાટને રમતો જોયો હતો.

દીપિકા પાદુકોણ
દીપિકા અંગે તેમની સાથે એક્સએક્સએક્સ : રિટર્ન ઓફ જેન્ડર કેઝમાં કામ કરનાર હોલીવૂડ અભિનેતા વિન ડિઝલે લખ્યું છે કે દીપિકાએ અહીં ખાલી હોલીવૂડનું જ નહીં પણ સમગ્ર ભારતનું અને સમગ્ર દુનિયાનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું છે. તે બહુ સુંદર છે અને અભિનેત્રીઓની અભિનેત્રી છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
