ચીનની જાસૂસી કરાવવામાં નહેરૂએ અમેરિકાની કરી હતી મદદ
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: આઇએનએસએ પોતાના એક રિપોર્ટમાં સનીસનીખેજ ખુલાસો કર્યો છે. એનએસએના રિપોર્ટ અનુસાર 1962માં ચીનની સાથે યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતના વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂએ ચીનની જાસૂસીમાં અમેરિકાની મદદ કરી હતી. આ રિપોર્ટ અનુસાર ભારતે ડ્રેગન વિસ્તારને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએના યૂ-2 જાસૂસી વિમાનોને પોતાના એક હવાઇ મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી જેથી તે ચીનની જાસૂસી સરળતાથી કરી શકે.
વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ 11 નવેમ્બર 1962ના રોજ ચીનને અડીને આવેલા ભારતની બોર્ડર વિસ્તારોમાં અમેરિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા યૂ-2 મિશનના વિમાનોને ઉડાણની પરવાનગી આપી હતી. એનએસએએ આ રીઓર્ટ અસીઆઇએના ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ તાજતરમાં ગોપનીય યાદીમાંથી દૂર કરવામાં આવેલા દસ્તાવેજના આધારે તૈયારી કરી છે.

આ દસ્તાવેજોના આધારે તત્કાલીન ભારતીય રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણન અને અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ કૈનેડી વચ્ચે 1963માં થયેલી બેઠક બાદ ઓરિસ્સાના ચરબતિયા હવાઇ મથકનો ઉપયોગ કરવાની સહમતિ બની હતી. સહમતિ બાદ ભારત આ હવાઇ મથકોને નક્કી સમયગાળામાં ઠીક કરી ન શક્યા હતા. ત્યારબાદ મેરીને પોતાના મિશન માટે થાઇલેંડને તાખલી હવાઇ મથકનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સીઆઇએના રિપોર્ટ અનુસાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ એક ઓક્ટોમ્બર 1962ને ભારતના જમ્મૂ અને કાશ્મીર તથા નોથ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સીને મોટાપાયે અચંભિત કરવાના હુમલા શરૂ કર્યા. ચીનના હુમલા રોકવા પહેલાં બ્રહ્મપુત્ર ઘાટીના ઉત્તર પ્રદેશ સ્થિત ભારતના બધા મોરચાની કિલ્લેબંધી કરી દિધી હતી. ચીનની હરકતોને જોયા બાદ ભારત સરકારે અમેરિકાથી સૈન્ય મદદથી ગુહાર લગાવી હતી.
આ દરમિયાન 11 નવેમ્બર 1962ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પ્રસ્તાવિત અભિયાન પર સહમતિ દર્શાવી હતી અને અમેરિકાને તેના યૂ-2 વિમાનોને ભારતીય હવાઇ મથકથી ઇંઘણ લેવાની પરવાનગી આપવામાં આવી. પછી જવાહરલાલ નહેરૂના નિધનના કારણે મે 1964માં ચરબતિયામાં યૂ-2 વિમાનની પહેલી તૈનાતીને રદ કરી દિધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
