હકિકતમાં બદલો લે છે નાગણી? જાણો શું છે હકિકત?
ભારતમાં નાગને લઈને હજારો દંતકથાઓ અસ્તિત્વમાં છે. કહેવાય છે કે નાગ તેમના દુશ્મનોને ક્યારેય ભુલતા નથી અને વર્ષો સુધી બદલો લેવા તૈયાર રહે છે.
ભારતમાં નાગણોને લઈને ઘણી માન્યતાઓ છે. નાગણ નાગના મોતનો બદલો કોઈપણ ભોગે લે છે તેવુ ઘણા લોકો માને છે. આજે આપણે એ જ જાણવાના છીએ કેે આ વાત કેટલી દંતકથા અને કેટલી હકીકત છે.

ભારતીય સંસ્કૃતિમાં સાપને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને નાગને સુંદર અને શક્તિશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ સાપને મારી નાખે તો નાગણીને તેનો બદલો ચુકવવો પડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સાપની યાદશક્તિ ખૂબ નબળી હોય છે અને તે મુખ્યત્વે તેમની ઇન્દ્રિયો પર આધાર રાખે છે. તે કોઈપણ વ્યક્તિને ઓળખી કે યાદ રાખી શકતા નથી.
આ સિવાય સાપ એકબીજા સાથે વાતચીત કરવા ફેરોમોન્સનો ઉપયોગ કરે છે. સાપને મારી નાખવામાં આવે ત્યારે તે ચોક્કસ પ્રકારના ફેરોમોન્સ છોડે છે. આ ફેરોમોન્સ અન્ય સાપને સંકેત આપે છે કે ભય છે.
સાયન્સનું માનીએ તો સાપમાં બદલો લેવાની કોઈ ભાવના હોતી નથી. તે ફક્ત પોતાનો બચાવ કરવા અથવા ખોરાકની શોધમાં હુમલો કરે છે. સાપ અને નાગ સાથે સંબંધિત ઘણી લોકકથાઓ અને ધાર્મિક માન્યતાઓ છે જે આ જીવોને અલૌકિક શક્તિઓ ધરાવનાર માને છે.
વિજ્ઞાન અનુસાર, નાગના બદલાની કહાની માત્ર એક પૌરાણિક કથા છે. સાપમાં બદલો લેવાની કોઈ વૃત્તિ હોતી નથી. તે માત્ર તેમની વૃત્તિ મુજબ કામ કરે છે.
હાલમાં જ હાપુડના સદરપુર ગામના લોકો આવી જ એક ઘટનાને નાગણીનો બદલો માની રહ્યા છે. અહીં સર્પદંશથી 3 લોકોના મોત થયા છે. સર્પદંશ થયેલા પાંચમાંથી ત્રણ લોકો એક જ પરિવારના હતા. માતા, પુત્ર અને પુત્રીને સાપ કરડતાં ત્રણેયના મોત થયા છે.
આ પછી સાપે વધુ બે લોકોને પોતાનો શિકાર બનાવ્યા. હાલ આ સાપને હવે વન વિભાગની ટીમે પકડી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે નાગણી નહોતી. જો કે સ્થાનિકો આ વાત માનવા તૈયાર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
