Mothers Day 2023 : શા માટે ઉજવાય છે મધર્સ ડે? જાણો ઇતિહાસ અને મહત્વ
Mothers Day 2023 : નિસ્વાર્થ પ્રેમ શું હોય છે, એ આપણને આપણી માતા પાસેથી જાણવા મળે છે. માતા આપણને જીવન આપવાની સાથે જીવનભર પ્રેમ અને સીખ આપે છે. જો તમે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢો અને વિચારો કે, આજે તમે જે કંઇ પણ છો, જે કંઇપણ બની શક્યા છો, એ પાછળ માતાનો મોટો હાથ હોય છે.
માતાઓના બલિદાનને માન આપવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ તેમ છતાં માતાઓ તેમના સમગ્ર જીવન આપણા પર વરસાવેલા પ્રેમને માન આપવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે.

Mothers Day 2023ની ઉજવણી
મધર્સ ડે એ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વની માતાઓને આદર આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે બાળકો તેમની માતા સાથે સમય વિતાવે છે અથવા તેમને ભેટ આપીને અથવા તેમના માટે કંઈક વિશેષ કરીને તેમના પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ વર્ષે મધર્સ ડે 14 મે, રવિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.
Mothers Day 2023નો ઇતિહાસ
મધર્સ ડે માતૃત્વની ઉજવણી કરતો પ્રાચીન ગ્રીક અને રોમન તહેવાર માનવામાં આવે છે, જેમાં માતા દેવી રિયાની પૂજા કરવામાં આવતી હતી. જે બાદ ક્રિશ્ચિયન ધર્મે પણ મધર મેરીના સન્માન માટે તેને અપનાવ્યો હતો. આ તહેવારને મધરિંગ સન્ડે નામ આપવામાં આવ્યું હતું.
અમેરિકામાં Mothers Day 2023 ની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી, જેઓ તેની માતા એન રીવ્સ જાર્વિસનું સન્માન કરવા માગતી હતી. એન એક શાંતિ કાર્યકર્તા હતી, જેણે અમેરિકન ગૃહ યુદ્ધની બંને બાજુએ ઘાયલ સૈનિકોની સંભાળ રાખી હતી.
અન્નાએ વેસ્ટ વર્જિનિયામાં તેની માતા માટે એક સ્મારકનું આયોજન કર્યું અને મધર્સ ડેને માન્યતાપ્રાપ્ત રજા બનાવવા માટે ઝુંબેશ ચલાવી હતી. જે બાદ વર્ષ 1914 માં, મધર્સ ડેને અમેરિકામાં રાષ્ટ્રીય રજા તરીકે માન્યતા આપવામાં આવી હતી. દર વર્ષની સાથે સાથે આ તહેવાર અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયો અને આજે તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
Mothers Day 2023નું મહત્વ
મધર્સ ડે આપણા બધાના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે, તે આપણી માતાઓને સમર્પિત એક ખાસ દિવસ છે, જે આપણા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતમાં આ દિવસ મે મહિનાના બીજા રવિવારના રોજ ઉજવવામાં આવે છે. જ્યારે અન્ય દેશોમાં તે વર્ષના જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
