જુઓ મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશોની યાદી
ભારતમાં જ નહી આખી દુનિયામાં એવા ઘણા દેશ છે જે મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ ગણવામાં આવી રહ્યાં છે. થૉમ્પસન રૉયટર્સે પાંચ દેશોની યાદી જાહેર કરી છે જેને મહિલાઓ માટે સુરક્ષિત ગણવામાં આવ્યા નથી. દુનિયાના પાંચ એવા દેશ જ્યાં મહિલાઓની સાથે ખરાબ વર્તન થાય છે, યૌન શોષણ થાય છે, તેમને પ્રતાડિત કરવામાં આવે છે. ત્યાં સુધી કે સૌથી મોટા લોકતાંત્રિક તરીકે ઓળખવામાં આવતો ભારત દેશ પણ આ યાદીમાં હાજર છે.
જર્મનીની ન્યૂઝ વેસાઇટ ડીડબ્લ્યૂએ થૉમ્પસન રૉયટર્સના હવાલેથી એવા જ દેશોનો રિપોર્ટ આપ્યો છે. જે મહિલાઓ માટે એકદમ ખતરનાક દેશ બતાવવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન દેશમાં બાળપણથી જ મહિલાઓ માટે જીવન કઠીણાઇઓથી ભરેલું હોય છે. 87 ટકા મહિલાઓ અશિક્ષિત છે અને 70 થી 80 ટકાના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવામાં આવે છે. ગર્ભધારણ દરમિયાન હજારમાંથી 4 મહિલાઓના મોત નિપજે છે. અહીં ઘરેલું હિંસાના કેસ પણ સામાન્ય વાત છે.

કોંગો ગણરાજ્ય
કાંગો ગણરાજ્ય દુનિયાભરમાં સેક્સ સંબંધિત હિંસામાં કાંગો સૌથી આગળ છે. અમેરિકી જનસ્વાસ્થ્ય મેગેજીનના અનુસાર કાંગોમાં દરરોજ 1,150 મહિલાઓની સાથે બળાત્કાર થાય છે. મહિલાઓના સ્વાસ્થ્યની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. અહીં 57 ટકા ગર્ભવતી મહિલાઓ લોહીની ઉણપ સામે ઝઝૂમી રહી છે.

પાકિસ્તાન
પાકિસ્તાનમાં ઘણા જૂના રિત રિવાજો મહિલાઓ માટે ખૂબ કડક છે. જેના લીધે અહીંયા મહિલાઓના માનવ અધિકાર સુરક્ષિત નથી. દર વર્ષે લગભગ એક હજાર મહિલાઓ અને બાળકોને ઑનર કિલિંગનો શિકાર થવું પડે છે. તો બીજી તરફ નેવું ટકા મહિલાઓ ઘરેલૂ હિંસાનો શિકાર બને છે.

ભારત
કહેવામાં આવે છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. પરંતુ ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસા અને યૌન હિંસા વધુ હોય છે. ભારતને મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશોમાં ગણવામાં આવે છે. શોધકર્તાઓના અનુસાર ગત ત્રણ દાયકાઓમાં પાંચ કરોડ ભ્રૂણ હત્યાના કેસ સામે આવ્યા છે.

સોમાલિયા
સોમાલિયામાં ગર્ભાવસ્થા દરમિયના થનાર મોત, બળાત્કાર, મહિલાઓની સુન્નત અને બળજબરીપૂર્વક લગ્ન મહિલાઓ માટે મોટી સમસ્યા છે. 4 થી 11 વર્ષની 95 ટકા છોકરીઓની સુન્નત કરી દેવામાં આવે છે. ફક્ત 9 ટકા મતાઓ જ યોગ્ય દાક્તરી મદદથી બાળકને જન્મ આપી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
