એક આંટો જહાજોના કબ્રસ્તાનમાં, અહીં દફન છે 80 થી વધારે મહાકાય શીપ, જાણો તેના વિશે તમામ બાબત
આ પૃથ્વી પર જન્મેલા કોઈપણ વ્યક્તિ કે જીવને એક વખત મોતનો સામનો કરવો પડે છે અને તેને ધર્મ અનુસાર દફનાવાય કે સળગાવાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ પૃથ્વી પર એક જગ્યા વિશાળ જહાજોના કબ્રસ્તાન તરીકે જાણીતી છે.
આ જગ્યા વિશે કહેવાય છે કે ત્યાં વિશાળ જહાજોના મોત બાદ તેને દફનાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેને જહાજોના કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે.

ઇંગ્લેન્ડના ગ્લુસેસ્ટરશાયરમાં સેવર્ન નદીના કિનારે આવેલુ પર્ટન હલ્ક્સ જહાજોના કબ્રસ્તાન તરીકે દુનિયાભરમાં જાણીતું છે. આ જગ્યાને પર્ટન શિપ્સ કબ્રસ્તાન નામ આપવામાં આવ્યુ છે. અહીં હાજર ડઝનબંધ જહાજ મૃતદેહોની જેમ પડ્યા છે.
આ જગ્યાએ એટલા બધા જહાજો છે કે તેને જોઈને શબઘર જેવું લાગશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ જગ્યા પરના તમામ જહાજો પથ્થરમાં ફેરવાઈ ગયા છે. આ જગ્યા જેટલી જાણીતી છે એટલી જ વિચિત્ર છે.
અહેવાલો અનુસાર, લગભગ 200 વર્ષ પહેલાં સેવર્ન નદીના ખતરનાક ભાગને પાર કરવા ગ્લુસેસ્ટર અને શાર્પનેસ નામના બે વિસ્તારો વચ્ચે એક નહેર ખોદવામાં આવી. 1827માં ખોદવામાં આવેલી આ કેનાલની પહોળાઈ લગભગ 26 મીટર હતી અને તે 5.5 મીટર ઊંડું હતું અને લગભગ 600 ટન વજનના જહાજને સમાવી શકે તેવી હતી.
અમ્યુઝિંગ પ્લેનેટ વેબસાઈટના એક અહેવાલ અનુસાર, તે સવર્ન નદીની ખૂબ નજીક હતી. પર્ટનમાં એક પોઈન્ટ હતો જ્યાં લગભગ 50 મીટર જમીન નહેર અને નદીને એકબીજાથી અલગ કરે છે. નદીમાં પૂર આવ્યું ત્યારે આ અંતર ખૂબ જ ઓછું થઈ ગયું. 1909 માં, નદીનો તે કાંઠો સંપૂર્ણપણે ધોવાઇ ગયો.
આ સમસ્યાના ઉકેલ માટે કેનાલ બનાવનારી કંપનીના ચીફ એન્જિનિયર એ.જે.કુલિસને એક વિચાર આવ્યો. તેમણે નદીના કિનારે જૂના પાણીના જહાજો રાખવાની યોજના સૂચવી જેથી નહેર અને નદી વચ્ચેની નાની જમીનને પૂરથી બચાવી શકાય. જહાજ રાખવાથી પૂરનું પાણી જમીન પર આવશે નહીં અને જમીન સુરક્ષિત રહેશે.
આ વિચારને અમલમાં લાવતા જૂના જહાજો શાર્પનેસ ડોકમાંથી મંગાવાયા અને તેને નદીની બાજુમાં એવી રીતે મૂકવામાં આવ્યા જેથી જમીન પર પાણી ન આવે. જહાજમાં છિદ્રો બનાવવામાં આવ્યા જેથી પૂરનું પાણી જહાજમાં તેની સાથેની માટી જમા કરે અને જહાજ વધુ ભારે થઈ જાય. જેથી તે પાણીના પ્રવાહ સાથે પણ લપસી ન જાય.
આગળ જતા આવુ જ થયું. જહાજોમાં માટી ભરાતા તે મ સખત બની ગયા. ઈ. આ જહાજો 60 વર્ષથી ત્યાં ઉભા છે અને હવે માટી જામી જવાને કારણે તે પથ્થર જેવા સખત થઈ ગયા છે. સવર્ન નદીના કિનારે હાલમાં 80 જેટલા જહાજો હાજર છે અને તે જગ્યાને જહાજોનું કબ્રસ્તાન બનાવી દેવામાં આવ્યું છે. મોટાભાગના જહાજો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
