Mahabhiyog: ભારતના રાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકાય? જાણો શું કહે છે ભારતનું બંધારણ?
Mahabhiyog: છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા લોકો સતત બંધારણ વિરૂદ્ધનું કામ કરી રહ્યાં છે. સમયે સમયે તેમના કામ પર સવાલ પણ ઉઠ્યા છે.
ભારતમાં રાષ્ટ્રપતિ સૌથી મોટુ સંવિધાનિક પદ છે અને તેમનાથી ખાસ અપેક્ષા રખાય છે. તેમણે દેશની એકતા, અખંડતા અને સંવિધાનનું રક્ષણ કરવાની જવાબદારી અપાઈ છે.

આ સ્થિતી વચ્ચે તમને એક સવાલ થાય કે કોઈ રાષ્ટ્રપતિ આવુ ન કરે તો તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે કે કેમ? અને થઈ શકે તો કેવી રીતે?
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી રાજ્યસભા અને લોકસભાના સભ્યો કરે છે. જણાવી દઈએ કે બંધારણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોઈ જોગવાઈ નથી. રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચોક્કસપણે પાંચ વર્ષનો હોય છે અને જો તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમને હટાવવાના હોય તો તેના માટે ખાસ પ્રક્રિયા છે.
જો રાષ્ટ્રપતિ વિરુદ્ધ અનુશાસનહીનતા, અપરાધ અથવા અન્ય ગંભીર કારણોસર આરોપો હોય તો મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા સંસદ દ્વારા ચલાવવામાં આવે છે.
ભારતના બંધારણના અનુચ્છેદ 61 હેઠળ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા સંસદના બંને ગૃહોને એક વિશેષ પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. આ પ્રક્રિયામાં સૌથી પહેલા સાંસદે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાનો હોય છે.
જો આ પ્રસ્તાવને લોકસભા અથવા રાજ્યસભામાં ઓછામાં ઓછા 1/4 સભ્યોનું સમર્થન મળે તો તેને સંસદના બંને ગૃહોમાં ચર્ચા માટે લાવી શકાય છે. આ પ્રસ્તાવને મંજૂર કરવા માટે બંને ગૃહોમાં 2/3 બહુમતી જરૂરી છે. જો બંને ગૃહોમાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર થાય તો રાષ્ટ્રપતિને પદ પરથી હટવાની ફરજ પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
