Maha Kumbh 2025 : કેટલા પ્રકારના હોય છે કુંભ મેળા? જાણો પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભની ખાસિયતો
Maha Kumbh 2025 : આવનારી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહા કુંભમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળા માટે મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી છે.
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મેળામાં લાખો લોકો આવશે. ભારત જ નહીં વિદેશથી પણ લોકો કુંભ મેળાની મુલાકાતે આવે છે.

આંકડા અનુસાર, 2025 મહાકુંભમાં 40 કરોડથી વધુ લોકો આવશે. છેલ્લો અર્ધ કુંભ મેળો વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયો હતો. આ પહેલા પણ વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, કુંભ મેળાના કુલ ચાર પ્રકાર છે. કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ . તમામ કુંભ મેળાઓનું આયોજન ગ્રહોની સ્થિતિ અનુસાર કરવામાં આવે છે. કુંભ મેળાના આયોજનમાં પણ વર્ષનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2025માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ પહેલા 2013માં પ્રયાગરાજમાં છેલ્લો મહાકુંભ યોજાયો હતો. 12 વર્ષ બાદ પ્રયાગરાજ ફરી કુંભ મેળાનું આયોજન કરી રહ્યું છે.
કુંભ મેળો
પ્રયાગરાજ ઉપરાંત હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો 12 વર્ષના અંતરાલથી યોજાય છે. આ માટે ચારેય જગ્યાઓ એક પછી એક પસંદ કરવામાં આવી છે. આ સમય દરમિયાન ભક્તો ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી અને સંગમમાં સ્નાન કરે છે.
અર્ધ કુંભ
કુંભ મેળાથી વિપરીત અર્ધ કુંભ દર છ વર્ષ પછી ઉજવવામાં આવે છે. અર્ધ કુંભનું આયોજન માત્ર બે જગ્યાએ જ થાય છે. જેમાં પ્રયાગરાજ અને હરિદ્વાર છે. અર્ધ એટલે અડધુ. એટલે છ વર્ષ પછી તેનું આયોજન કરવામાં આવે છે.
પૂર્ણ કુંભ મેળો
12 વર્ષ પછી ઉજવાતા કુંભ મેળાને પૂર્ણ કુંભ મેળો કહેવામાં આવે છે. પૂર્ણ કુંભ પ્રયાગરાજમાં સંગમ કિનારે જ યોજાય છે. આ રીતે પ્રયાગરાજમાં આવતા વર્ષે જાન્યુઆરી 2025માં આયોજિત થનારો મેળો માત્ર કુંભ જ નહીં સંપૂર્ણ કુંભ પણ છે.
મહા કુંભ
દર 144 વર્ષ પછી યોજાતા કુંભ મેળાને મહા કુંભ કહેવામાં આવે છે. તેનું આયોજન પ્રયાગરાજમાં જ થાય છે. કારણ કે આ કુંભ મેળો ઘણા વર્ષો પછી આવે છે અને તેથી તેનું વિશેષ મહત્વ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
