Los Angeles wildfires : વારંવાર કેમ જંગલોમાં આગ લાગે છે? જાણો દુનિયાની સૌથી મોટી આગ વિશે
Greater Los Angeles wildfires : દુનિયાભરમાં દર વર્ષે આગ લાગવાથી કરોડો રૂપિયાની સંપતિનો નાસ થાય છે. હાલ અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અરબો રૂપિયાની સંપતિ બળીને ખાખ થઈ ગઈ છે.
લોસ એન્જલસની આગ હજુ પણ ભયાનક બની રહી છે. રહેણાંક વિસ્તારો સુધી ફેલાયેલી આ આગને કાબુમાં લેવા અમેરિકાનું તંત્ર પાંગળુ સાબિત થઈ રહ્યું છે. આ ઘટનામાં 10 લોકોના મોત પણ થઈ ચુક્યા છે.

જણાવી દઈએ કે, જંગલોમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા ભારતમાં ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગી હતી. અલ્મોડા જંગલોમાં લાગેલી આગ 41 દિવસે કાબુમાં આવી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગે લાખો જંગલી જાનવરોનો ભોગ લીધો હતો.
જંગલમાં આગ લાગવાના કારણો
જણાવી દઈએ કે, જંગલમાં આગ લાગવાના ઘણા કારણો છે. આમાં સામાન્ય રીતે કુદરતી અને અકુદરતી કારણો જવાબદાર હોય છે. આગ લાગવા મુખ્ય બે વસ્તુઓની જરૂર પડે છે. ઓક્સિજન અને તાપમાન. જંગલમાં આ બંને વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને અહીંના સુકા પાંદડા આગ માટે બળતણ તરીકે કામ કરે છે.
અતિશય ગરમી કે વીજળીના કારણે અહીં એક નાનો તણખલો પણ મોટી આગનું કારણ બની શકે છે. ભારે પવનને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જાય છે અને આગ ઝડપથી ફેલાઈ જાય છે.
આ સિવાય એક કારણ માણસ પણ છે. જંગલોમાં માણસની હાજરી સતત વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો જંગલોમાં કેમ્પિંગ કરે છે, અહીં ખોરાક રાંધે છે અને ધૂમ્રપાન પણ કરે છે. આ સમય દરમિયાન સહેજ પણ બેદરકારી જંગલમાં આગનું કારણ બને છે. એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં લોકોએ રીલ બનાવવા માટે જંગલોમાં આગ લગાવી દીધી હતી.
દુનિયાની સૌથી મોટી આગ
જણાવી દઈએ કે, સૌથી મોટી જંગલી આગ 1910 માં અમેરિકામાં લાગી હતી. ઇનલેન્ડ નોર્થવેસ્ટમાં જંગલમાં લાગેલી આ આગથી પશ્ચિમ મોન્ટાના અને ઉત્તરી ઇડાહોમાં ત્રણ મિલિયન એકર જમીન બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનામાં 85 લોકોનાં મોત થયાં હતા, જેમાંથી 78 ફાયર ફાયટર હતા. આ આગ રેકોર્ડ ઓછા વરસાદ પછી લાગી હતી. આગ આટલી ભીષણ હોવાનું મુખ્ય કારણ 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન હતા, જેના કારણે આગ બેકાબૂ બની ગઈ અને મોટા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો. વરસાદ બાદ આ આગ પર કાબુ મેળવાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
