આવો એક નજર કરીએ ભારતીય રાજકારણીઓની પહેલી ટ્વિટ પર..
ગાંધીનગર, 31 માર્ચ: હાલમાં દેશભરમાં ચૂંટણી રંગ ચડી ગયો છે. દરેક પાર્ટી અને તેના નેતાઓ લોકોને આકર્ષવા માટે અવનવા પેંતરા અપનાવી રહ્યા છે. જ્યારે આજના માસ કમ્યુનિકેશનના યુગમાં સોશિયલ મીડિયા ભારતીય રાજનીતિમાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે, તેમજ દરેક રાજકરણીઓ માટે ફેસબુક અને ટ્વિટર અભિન્ન અંગ બની ગયું છે. આજના યુગમાં રાજકીય વિરોધીઓ વચ્ચેની મોટાભાગની લડાઇ ટ્વિટર અને ફેસબુક પર જ થઇ જાય છે અને સામાન્ય લોકો આ લડાઇમાં સીધા ભાગ પણ લઇ શકે છે. જોકે આ તો રોજની પ્રક્રિયા થઇ ગઇ.
અમારી પાસે એવા જાણીતા નેતાઓના નામ છે જેઓ હંમેશા ટ્વિટર પર એક્ટિવ રહે છે. અમે એવી આશા સેવીએ છીએ કે તેમની વચ્ચે વધુ તીવ્ર યુદ્ધ આ માઇક્રો બ્લોગિંગ સાઇટ્સ પર આકાર લે. અને તેનાથી સામાન્ય લોકોને એ જાણવા મળે તે તેમનો નેતા કેવો અને કેટલા પાણીમાં છે. વનઇન્ડિયા આપની માટે લઇને આવ્યું છે આપના ચહિતા નેતાઓએ કરેલું પહેલું ટ્વિટ.
જુઓ આ જાણીતા નેતાઓએ શું કર્યું હતું પહેલું ટ્વિટ.... અને સાથે સાથે જાણો તેઓ લોકસભા ચૂંટણી ક્યાંથી લડવાના છે...

મોદીએ ફેબ્રુઆરી 2009માં ટ્વિટર જોઇન કર્યું
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી અને ગુજરાતના વડોદરાથી લોકસભા ચૂંટણી લડશે.

રાજનાથ સિંહે એપ્રિલ 2013માં ટ્વિટર જોઇન કર્યું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

નીતિશ કુમારે મે 2010માં ટ્વિટર જોઇન કર્યું
નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેમણે હાલમાં એનડીએ સાથે પોતાનો છેડો ફાડી લીધો અને ત્રીજા મોર્ચા સાથે હાલ મિલાવ્યો છે.

ડેરેક ઓબ્રીએને માર્ચ 2010માં ટ્વિટર જોઇન કર્યું.
ડેરેક ઓબ્રીએન રાજ્ય સભાના સાંસદ છે.

બીએસ એદીયુરપ્પાએ ફેબ્રુઆરી 2014માં ટ્વિટર જોઇન કર્યુ હતું
યેદીયુરપ્પાએ ફરીથી ભાજપ સાથે હાલ મીલાવી લીધો છે અને તેઓ કર્ણાટકના શિમોગાથી ચૂંટણી લડશે.

દિગ્વિજય સિંહે સપ્ટેમ્બર 2011માં ટ્વિટર જોઇન કર્યું
કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહ નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડે તેવી અટકળો છે.

લાલુ પ્રસાદ યાદવે જાન્યુઆરી 2014માં ટ્વિટર જોઇન કર્યું
લાલુ પ્રસાદ યાદવ હમણા ચારા કૌભાંડમાં જેલની હવા ખાઇને આવ્યા છે, અને બિહારની મોટા ભાગની લોકસભા બેઠકો તેઓ જીતશે એવો દાવો કરી રહ્યા છે. તેમણે આ વખતે તેમની દિકરી મીસા ભારતીને પણ પાટલીપુત્રથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે.

અરવિંદ કેજરીવાલે નવેમ્બર 2011માં ટ્વિટર જોઇન કર્યું
અરવિંદ કેજરીવાલ આમ આદમીપાર્ટીના સંયોજક છે, તેમણે 49 દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્ય પણ કર્યું છે. હવે તેઓ વારાણસીથી મોદીને પડકારી રહ્યા છે.

શશિ થરૂરે માર્ચ 2009માં ટ્વિટર જોઇન કર્યું હતું.
શશિ થરૂર કેરળના તિરુવનંતપુરમથી લોકસભાની ચૂંટણી લડશે.

અરુણ જેટલીએ ડિસેમ્બર 2013માં ટ્વિટર જોઇન કર્યું
અરુણ જેટલી લોકસભાની ચૂંટણી અમૃતસર પંજાબથી લડવાના છે.

સુષમા સ્વરાજે નવેમ્બર 2010માં ટ્વિટર જોઇન કર્યું
સુષમા સ્વરાજ લોકસભા ચૂંટણી મધ્યપ્રદેશના વિદિશામાંથી લડવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
