Kukur Tihar Festival : શું છે કુકુર તિહાર? જાણો કેમ નેપાળના લોકો દિવાળી પર કરે છે કુતરાઓની પુજા?
Kukur Tihar Festival : ભારતની જેમ ભારતનો પાડોશી દેશ નેપાળ પણ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતો છે. અહીં પણ ભારતની જેમ ઘણા તહેવારો ઉજવાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં દિવાળી ઉજવાય છે ત્યારે નેપાળમાં લોકો કુતરાની પુજા કરે છે. આના માટે ખાસ તહેવાર ઉજવાય છે.

નેપાળમાં કુકુર તિહાર નામનો એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે. આને કૂતરાઓના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કુતરાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે અને તેમની દેવતાઓની જેમ પૂજા કરવામાં આવે છે. નેપાળમાં આ પાંચ દિવસનો તહેવાર ધામધુમથી ઉજવાય છે.
કુકુર તિહારને નેપાળમાં દિવાળીની આસપાસ ઉજવવામાં આવે છે અને આ અનન્ય પરંપરા માટે તે વિશ્વભરમાં જાણીતો છે. આ તહેવારમાં શ્વાનને દેવતા તરીકે પૂજવામાં આવે છે અને તેમને વિશેષ સન્માન આપવામાં આવે છે.
હિંદુ ધર્મમાં કૂતરાને યમરાજનો દૂત માનવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવતા છે. માન્યતા છે કે કૂતરાઓ યમરાજના દૂત છે અને મૃત આત્માઓને યમલોકમાં લઈ જાય છે. કુતરા સદીઓથી માણસના સૌથી વફાદાર સાથી રહ્યા છે. તે ઘરોનું અને લોકોનું રક્ષણ કરે છે.
કુકુર તિહારમાં કૂતરાઓના આ તમામ ગુણોનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત આ તહેવાર પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને આદરને પ્રોત્સાહન આપે છે. કૂતરાઓને ખવડાવવામાં આવે છે, પાણી પીવડાવવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
