International Tiger Day- શું વાધ એક બિલાડી છે?
આજે છે આંતરાષ્ટ્રિય વાધ દિવસ. એક સમયે હતો જ્યારે વાધ નાશપ્રાય થવાની આરે હતા. ત્યારે તેમના સંરક્ષણ વિષે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ ભલે તેમની સ્થિતિ સુધારા પર આવા પ્રયાસો જ વાધને ફરીથી જંગલના રાજા બનાવી શકશે.
ત્યારે આજે અમે વાધ વિષે કેટલીક રસપ્રદ માહિતી તમારા માટે લાવ્યા છીએ. તો તમને વાધ વિષે વધુ જાણકારી ના હોય અને તમે પણ આ કદાવર અને રહસ્યમયી પ્રાણીની એટલો જ પ્રેમ કરતા હોવ તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ અને જાણો કેમ છે વાધને બચાવવા મારા, તમારા અને સમગ્ર પ્રાણી જગત માટે જરૂરી છે.

સૌથી મોટી બિલાડી
સાંભળવામાં થોડું વિચિત્ર લાગે પણ હકીકત એ જ છે કે બિલાડી અને વાધ સગા થાય છે. અને બિલાડીની પ્રજાતિમાં વાધ સૌથી મોટું પ્રાણી છે.

11 ફિટ સુધી લંબાઇ
એક સશક્ત અને યુવાન વાધ 3.3 મીટર એટલે કે 11 ફિટથી 300 કિલોગ્રામ વજનનો હોઇ શકે છે.

અનેક પ્રજાતિ
વાધોની અનેક પ્રજાતિ હોય છે સુમાત્રન, સાઇબેરિયન, બંગાળ ટાઇગર, સાઉથ ચાયના ટાઇગર, મલયન ટાઇગર અને ઇન્ડોચાઇનીઝ ટાઇગર.

માોતનું કારણ
વાધોના અડધાથી વધુ બાળકોની મોત બે વર્ષની આયુમાં જ થઇ જાય છે.

વાધ અને તેના બાળકો
જો કે વાધોના બાળકો બે વર્ષમાં જ માં વાધણનો સાથ છોડી પોતાનું નવું ઠેકાણું બનાવે છે.

સારા તરવૈયા
વાધ એક સારા તૈરાક હોય છે. અને 6 કિલોમીટરની સ્પીડે તે પાણીમાં તરી શકે છે.

સફેદ વાધ
જો કે 10 હજાર વાધમાંથી ખાલે એક જ વાધ સફેદ હોય છે. જે ખૂબ જ દુર્લભ અને ખાસ માનવામાં આવે છે.

એકલો શિકારી
અન્ય પ્રજાતિઓ કરતા વિપરીત વાધ રાતના સમયે એકલો જ શિકાર કરે છે.

સ્પીડમાં એક્કો
વળી વાધની ચપળતા અને તેની સ્પીડ તેની ખાસિયત છે. વાધ 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે.

શિકાર
જો કે વાધ શિકાર કરવામાં 100માંથી ખાલી 10 વખત જ સફળતા મેળવી શકે છે.

કૂદકો
વળી વાધ કૂદકો મારવામાં પણ વધુ કુશળ હોય છે એક વારમાં તે 5 મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે.

રાષ્ટ્રિય પ્રાણી
ભારતની જેમ જ બાંગ્લાદેશ, નાર્થ કોરિયા, સાઉથ કોરિયા અને મલેશિયામાં વાધને રાષ્ટ્રીય પ્રાણીની નવાજવામાં આવ્યું છે.

ટાઇગોંસ
સિંહ સાથે વાધના પ્રજનનથી જે બાળકો થાય છે તેને ટાઇગોંસ કે લિગર્સ કહેવાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
