જોખમ અને હિંમતની કહાણી છે અરૂણિમા સિન્હા
(સુયશ મિશ્રા) કહેવાય છે કે હવા અનુસાર ચાલનાર જહાજ ક્યારેય બંદર સુધી નથી પહોંચતુ. પ્રતિકુળ પરિસ્થિતિઓમાં જે પોતાના લક્ષ્યથી વિચલિત નથી થતું સફળતાં તેમના પગને ચૂમે છે. કુત્રિમ પગના સહારે હિમાલયની સૌથી ઉંચી ટેકરી ‘માઉન્ટ એવરેસ્ટ' ચઢીને ઉત્તર પ્રદેશના આમ્બેડકરનગરનનું નામ રોશન કરનારી અરૂણિમાં સિન્હા કહે છે કે, મારો કપાયેલો પગ મારી નબળાઇ હતી, તેને મે મારી તાકાત બનાવી દીધી.
બાસ્કેટ બોલ ખેલાડી અરૂણિમાને 11 એપ્રિલ 2011ની એ કાળી રાત આજે પણ યાદ આવે છે, જ્યારે પદ્માવત એક્સપ્રેસમાં તે દિલ્હી જઇ રહી હતી. બરેલી પાસે કેટલાક અજ્ઞાત બદમાશોએ તેના ડબ્બામાં પ્રવેશ કર્યો. અરૂણિમાને એકલી જોઇને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને તેને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી. જેમાં તેનો ડાબો પગ કપાઇ ગયો. લગભગ સાત કલાક તે બેભાન અવસ્થામાં તડપતી રહી. આ દરમિયાન અનેક ટ્રેનો પસાર થઇ.
સવારે ફરવા નિકળેલા કેટલાક લોકોએ જ્યારે પાટાના કિનારે અરૂણિમાને બેભાન હાલતમાં જોઇ તો તુરંત હોસ્પિટલ પહોંચાડી. જ્યારે મીડિયા સક્રિય થયુ તો અરૂણિમાને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી. એમ્સમાં સારવાર દરમિયાન તેનો ડાબો પગ કાપી નાંખવામાં આવ્યો. ત્યારે લાગ્યું કે, બાસ્કેટ બોલની રાષ્ટ્રીય સ્તરની ખેલાડી અરૂણિમા જીવનમાં હવે કંઇ નહીં કરી શકે, પરંતુ તેમે જીવનમાં હાર માની નહીં. અરૂણિમાની આંખોમાંથી આંસુ નીકળી ગયા, પરંતુ આ આંસુઓને તેણે નબલા કરવાના બદલે સાહસ પ્રદાન કર્યું અને જોત-જોતામાં અરૂણિમાએ વિશ્વન સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું મન બનાવી લીધું.
અરૂણિમાએ ટ્રેન પકડી અને સીધી જમશેદપુર પહોંચી. જ્યાં તેણે એવરેસ્ટ સર કરી ચૂકેલા બછંદ્રી પાલ સાથે મુલાકાત કરી. પછી જો જાણે કે તેનો જુસ્સો વધી ગયો. પ્રશિક્ષણ પૂર્ણ કર્યા બાદ 31 માર્ચે તેણે મિશન એવરેસ્ટ શરૂ કર્યું. 52 દિવસો બાદ 21 મેના રોજ માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવનાર તે વિશ્વની પહેલી વિક્લાંગ પર્વતારોહક બની ગઇ.
અરૂણિમાનું કહેવું છે કે વિક્લાંગતા વ્યક્તિની વિચારસરણીમાં હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં પર્વત કરતા ઉંચો કપરો સમય આવે છે, જે દિવસે તે પોતાની નબળાઇને શક્તિ બનાવવાનું શરૂ કરશે, દરેક કઠણાઇ પાંગળી થઇ જશે. તો ચાલો તસવીરો થકી જોઇએ અરૂણિમા સાથે થયેલી ખાસ વાતચીતના ખાસ અંશ.

પ્ર- એવરેસ્ટ સર કરવાનો વિચાર ક્યારે અને કેવી રીતે જન્મ્યો?
ઉ- ટ્રેન દુર્ઘટનામા મે મારો પગ ગુમાવી દીધો હતો. હોસ્પિટલમાં બિસ્તર પર બસ પડેલી રહેતી. પરિવારના સભ્યો, મારા પોતાના મને જોઇને આખો દિવસ રડ્યાં કરતા, મને સહાનુભૂતિની ભાવનાથી અબળા અને બિચારી કહીંને સંબોધિત કરતા. જે મને પસંદ નહોતું. પરંતુ મારે જીવવું હતું, કંઇક કરવું હતું. મે મનમા ને મનમાં કંઇક અલગ કરવાનું નક્કી કર્યું જે બીજા માટે એક ઉદાહરણ બને.

પ્ર- કેવી પરિસ્થિતિ હતી એ સમયે?
ઉ- મૂલતઃ હું બિહારની રહેવાસી હતી. પિતાજી ફોજમાં હતા, જેના કારમે અમે લોકો સુલ્તાનપુર આવી ગયા. ચાર વર્ષની ઉમેર પિતાનું નિધન થઇ ગયું. માતા સાતે અમે આમ્બેડકરનગર પહોંચ્યા, તેમને સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી મળી ગઇ. પરંતુ પરિવારનું ગુજરાત ચલાવવું હજું પણ મુશ્કેલ હતું. તેમ છતાં ઇન્ટર બાદ એલએલબીનો અભ્યાસ કર્યો. રમતમાં રસ હોવાના કારણે રાષ્ટ્રીય સ્તરમાં વોલીબોલ, ફૂટબોલમાં અનેક પૂરસ્કાર જીત્યા, પરંતુ કંઇ ખાસ મળ્યું નથી. પરંતુ મારું એક સ્વપ્ન હતું કંઇક અલગ કરવાનું.

પ્ર- એ ભયાનક ટ્રેન દુર્ઘટના યાદ આવે છે?
ઉ- એ રાત હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું હું દિલ્હી જઇ રહી હતી. રાતના બે વાગ્યા હતા. ચારેકોર સન્નાટો હતો અને ક્યારે મને ઉંઘ આવી ગઇ તે ખબર ના પડી. ત્યાં જ બરેલીથી કેટલાક બદમાશો ટ્રેનમાં ચઢ્યાં. એકલી જોઇને તેઓ મારી ચેન ખેંચવા લાગ્યા, મે તેમનો હિંમતભેર સામનો કર્યો. ઝપાઝપી વચ્ચે તેમણે મને ટ્રેનની નીચે ફેંકી દીધી. જેમાં મારો ડાબો પગ કપાઇ ગયો.

બછેન્દ્રી પાલથી તમે ટ્રેનિલ લીધી, કેવી રીતે તેમની પાસે પહોંચ્યા?
ઉ- એમ્સમાં સારવાર દરમિયાન મે બછેન્દ્રી પાલનો મોબાઇલ નંબર ઇન્ટરનેટમાંથી મેળવ્યો. તેમને મે મારી આખી કહાણી જણાવી અને કહ્યું કે હું એવરેસ્ટ ચઢવા માંગુ છું. તેમણે મને જમશેદપુર આવવા કહ્યું. પછી હું ત્યાં પહોંચી ગઇ. બે વર્ષ સુધી તેમણે મને ટ્રેનિંગ આપી.

પ્ર- હિમાલયની ચઢતી વખતે કેવા પડકાર આવ્યા હતા?
ઉ- 52 દિવસોની યાત્રા દરેક પળે રોમાંચ, જોખમો અને હિંમતની કહાણીથી ભરેલી હતી, સૌથી મુશ્કેલ પળ ડેથ જોન એરિયા કંબુ આઇસલેન્ડ હતો. બરફની ચટ્ટાણોને ચઢવાની હત. માથા પર ચકમક સૂરજ હતા. ક્યારે કોઇ ચટ્ટાણ પિગળીને પડી જશે, અંદાજો લગાવવો મુશ્કેલ હતો.

પ્ર- માઉન્ટ એવરેસ્ટ પર મૃતદેહો જોઇને કેવું લાગ્યું?
ઉ- જ્યારે હું માઉન્ટ એવરેસ્ટ પર ચઢી રહી હતી ત્યારે પહેલા તેને પાર કરવાની કવાયદ કરી ચૂકેલા અડધો ડઝનથી વધારે પર્વતારોહીઓના મૃતદેહો જોઇને રુંવાટા ઉભા થઇ જતા હતા. ક્યારેક બરફ તેમને ઢાંકી દેતો તો ક્યારેક હવાની લહેર તેમના પર રહેલી બરફને હટાવી દેતી. આવા મંજરનો સામનો કરવો મુશ્કેલ હતો, પરંતુ અશ્કય નહોતો.

પ્ર- બધા કહીં રહ્યા હતા, પાછા આવતા રહો, પછી શું થયું?
ઉ- પર્વત પર પડકારોનો સામનો કરવો ઘણો જ મુશ્કેલ હતો, પણ ધેર્યને ગુમાવ્યો નહીં. આ વચ્ચે મારો ઓક્સિજન સિલેન્ડર ખતમ થઇ ગયો હતો. કેમ્પથી મને ફોન આવી રહ્યાં હતા. અરૂણિમા પરત આવી જાઓ, જ્યાં સુધી તમે પહોંચ્યા છો, તે પણ એક રેકોર્ડ છે. પરંતુ મે તો મંજિલ સુધી પહોંચવાનું નક્કી કરી લીધું હતું, પરત કેવી રીતે આ

પ્ર- યુવાઓને તમે શું સંદેશ આપવા માગશો?
ઉ- હું માત્ર તેમને એ કહેવા માંગુ છું કે, પરિસ્થિતિઓ બદલાતી રહે ચે, પરંતુ આપણે લક્ષ્યથી ભટકવું જોઇએ નહીં, પરંતુ તેનો સામનો કરવો જોઇએ. જ્યારે હું હોકી સ્ટિક લઇને રમવા જતી તો શેરીના લોકો મારા પર હસતાં અને મજાક ઉડાવતા હતા. લગ્ન થયા અને પછી છૂટાછેડા પરંતુ મે હાર માની નહીં. મોટી બહેન અને મારા માતા મારી સાથે હતા. દુર્ઘટના બાદ મારા જખ્મોને તાજા કરનારા અનેક મળ્યા અને જખ્મોને ટાઢા પાળનારા પણ ઘણા મળ્યા. આટલું બધું થયા પછી પણ મે મારું લક્ષ્ય હાંસલ કરવા મહેનત કરી. અંતતઃ મને સફળતા મળી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
