કોણ હતા ભાજપના પ્રેરણા પુરુષ દીનદયાળ ઉપાધ્યાય?
ભાજપના પ્રેરણા પુરુષના જીવનથી મૃત્યુ સુધીની હકાની, સંદિગ્ધ હાલતમાં મળી હતી લાશ
એકાત્મ માનવવાદનો સંદેશ આપનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાળ ઉપાધ્યાયનો 25 સપ્ટેમ્બર 1916ના રોજ યૂપીના મથુરામાં થયો હતો. એમના પિતાનું નામ ભગવતી પ્રસાદ ઉપાધ્યાય હતું, માતા રામપ્યારી ધાર્મિક પ્રવૃત્તિના હતાં. તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એમણે ભારતની સનાતન વિચારધારાના યુગાનુકુળના રૂપે પ્રસ્તુત કરતા દેશને એકાત્મ માનવવા જેવી પ્રગતિશીલ વિચારધારા આપી હતી.

નિષ્ઠા અને ઇમાનદારી માટે જાણીતા હતા
પંડિત દીનદયાળ પોતાની નિષ્ઠા અને ઇમાનદારી માટે જાણીતા હતા, એમનું માનવું હતું કે હિંદુ ધર્મ કોઈ ધર્મ કે સંપ્રદાય નહિ બલકે ભારતની સંસ્કૃતિ છે, તેઓ અખંડ ભારતના સમર્થન રહ્યા, એમણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પરિભાષિત કર્યું અને સમાજના સર્વાંગી વિકાસ અને ઉત્થાન માટે કેટલાંય કામ કર્યાં.

ભારતીય જનસંઘના અધ્યક્ષ
તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ રહ્યા હતા, એમની છબી સરળ, સૌમ્ય પરંતુ સાચું કહેનાર વ્યક્તિના રૂપમાં હતી. રાજનીતિના વધુ પડતા સાહિત્યમાં પણ એમને ભારે રસ હતો. એમણે હિંદી અને અંગ્રેજીમાં કેટલાય નાટકો લખ્યાં.

શિક્ષણ
દીનદયાળે પિલાની, આગરા અને પ્રયાગમાં શિક્ષા મેળવી. મેટ્રિક અને ઈન્ટરમીડિએટ બંને પરીક્ષાઓમાં ગોલ્ડ મેડલ જીતનાર દીનદયાળે બીએસસી, બીટી કર્યા બાદ પણ નોકરી ન કરી. પ્રગતિશીલ વિચારધારાના માલિક દીનદયાળ છાત્ર જીવનથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા થઈ ગયા હતા. કોલેજ છોડ્યાના તુરંત બાદ તેઓ ઉક્ત સંસ્થાના પ્રચારક બની ગયા અને એકિનષ્ઠ ભાવથી સંઘનું સંગઠન કાર્ય કરવા લાગ્યા. વર્ષ 1951માં અખિલ ભારતીય જનસંઘનું નિર્માણ થવા પર તેમને સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા.

દીનદયાળ ઉપાધ્યાયનો દ્રષ્ટિકોણ રચનાત્મક પણ હતો
વર્ષ 1953માં દીનદયાળ અખિલ ભારતીય જનસંઘના મહામંત્રી તરીકે નિયુક્તિ પામ્યા અને લગભગ 15 વર્ષ સુધી આ પદ પર રહીને એમણે પોતાના દળની અમૂલ્ય સેવા કરી. રાષ્ટ્રધર્મ, પંચજન્ય અે સ્વદેશ જેવી પત્ર-પત્રિકાઓનો પ્રારંભ કર્યો. એમની કુશળતાથી જ ખુશ થઈને 1953માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું કે જો મારી પાસે વધુ બે દિવસ દીનદયાળ હોય તો હું ભારતનું રાજનૈતિક રૂપ બદલી નાખીશ.

ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે નિયુક્તિ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો દ્રષ્ટિકોણ માત્ર વિરોધનો જ નહિ બલકે રચનાત્મક પણ હતો. માટે જ તેઓ કાલીકટ અધિવેશનમાં અખિલ ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પરંતુ 1968માં આરએસએસ-ભાજપના વિચારક દીનદયાળ ઉપાધ્યાયનો મૃતદેહ મુગલસરાય સ્ટેશન પર સંદિગ્ધ હાલતમાં મળ્યો હતો, એમની હત્યા થઈ હતી તેવી આશંકા છે. આ પણ વાંચો-‘સંસદમાં બોલતા મારી સાથે નહોતી મિલાવી આંખ, આમ-તેમ જોઈ રહ્યા હતા મોદીજી'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
