સાક્ષરતાની બાબતે આ રાજ્યોની તોલે કઇ ના આવે
આમ તો વિશ્વમાં જે ભણતરનો ગ્રોથ છે તેનાથી ભારત હજુ ઘણું દૂર છે, પરંતુ દેશની વાત કરવામાં આવે તો ભારતના અનેક રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો એવા છે કે, જે સાક્ષરતાની દ્રષ્ટીએ અન્ય રાજ્યો કરતા અનેક ગણા આગળ છે. જેમાં કેરળ સૌથી ટોપ પર આવે છે. થોડા સમય પહેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાક્ષરતાને લઇને એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સાક્ષરતાની દ્રષ્ટીએ અન્ય દેશોની સરખામણીએ પછાત દેશોની યાદીમાં ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને મુકવામાં આવ્યા હતા. જો કે, રાજ્યોમાં કેરળ સહિતના કેટલાક રાજ્યોમાં સાક્ષરતાનો ગ્રાફ ઘણો ઉચ્ચો હતો.
અહેવાલ અનુસાર વિશ્વમાં એવા 70 કરોડ લોકો છે કે, જેમને ત્રણ રૂપિયા અંગે માહિતી નથી, તેઓ વાંચી કે લખી શકતા નથી અને આવા લોકોની સંખ્યા ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધારે છે. જો કે, ભારતે સાક્ષરતાની દ્રષ્ટીએ મહદઅંશે વિકાસ કર્યો છે, પરંતુ હજું તે અન્ય દેશોની તુલનામા પાછળ છે, ત્યારે અમે અહીં એવા જ કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અંગે માહિતી આપી રહ્યાં છીએ કે જેઓનો સાક્ષરતાનો ગ્રાફ અન્ય રાજ્યોની તુલનામાં ઉંચો છે. તો ચાલો તસવીરો થકી ભારતના સૌથી વધુ સાક્ષર રાજ્યો અંગે માહિતી મેળવીએ. અહીં જે માહિતી આપવામાં આવી છે, તે યોજના પંચ દ્વારા 2011 અને 2012માં રજૂ કરવામાં આવી હતી તેના આધારે છે.

કેરળ
કેરળ સાક્ષરતાની દ્રષ્ટીએ અન્ય રાજ્યો કરતા આગળ છે. કેરળનો સાક્ષરતાનો ગ્રોથ 93.91 ટકા છે.

લક્ષદ્વીપ
લક્ષદ્વીપનો સાક્ષરતાનો ગ્રોથ 92.28 ટકા છે.

મિઝોરમ
મિઝોરમનો સાક્ષરતાનો ગ્રોથ 91.58 ટકા છે.

ત્રિપુરા
ત્રિપુરાનો સાક્ષરતાનો ગ્રોથ 87.75 ટકા છે.

ગોવા
ગોવાનો સાક્ષરતાનો ગ્રોથ 87.4 ટકા છે.

દીવ અને દમણ
દીવ દમણમાં 87.07 ટકાનો સાક્ષરતાનો ગ્રોથ નોંધવામાં આવ્યો છે.

પોંડેચરી
પોંડેચરીનો સાક્ષરતાનો ગ્રોથ 86.55 ટકા છે.

ચંદીગઢ
ચંદીગઢનો સાક્ષરતાનો ગ્રોથ 86.43 ટકા છે.

દિલ્હી
દિલ્હીનો સાક્ષરતાનો ગ્રોથ 86.34 ટકા છે.

આંદમાન નિકોબાર
આંદમાન નિકોબારનો સાક્ષરતાનો ગ્રોથ 86.27 ટકા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
