સૌથી પહેલા કોણે કરી હતી ભારતના વિભાજનની વાત? જાણો કેવી રીતે બન્યુ પાકિસ્તાન?
ભારત આજે તેનો 78 મોં સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. ભારતને આઝાદી મળી તેની સાથે સાથે વિભાજનનું ક્યારેય ન ભુલાય એવુ દર્દ પણ મળ્યુ છે. આ દર્દ આપનારા લોકોમાં સાવરકર જેવા લોકોના નામ પણ આવે છે.
અખંડ ભારતની આઝાદી માટે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા હતા. એ જ લડવૈયાઓ ઈચ્છતા હતા કે દેશ એક થઈને આઝાદ થાય આ થઈ શક્યું નહીં. કેટલાક લોકોને કારણે ભારતના ભાગલા થઈ ગયા.

ભારતના ભાગલા માટેની વાત સૌથી પહેલા કોણે કરી તેને લઈને ઘણા વિવાદ છે. એક દાવો એવો પણ કરવામાં આવે છે કે 1940 પહેલા અંગ્રેજો પાસે માફી માંગનારા સાવરકરે દેશને તોડવાની સૌથી પહેલા વાત કરી હતી. આ પછી મુસ્લિમ લીગે 1940 ના અધિવેશનમાં આ ઠરાવ પસાર કર્યો.
સાવરકર સિવાય ભારતને તોડવાની ઈચ્છા રાખનારા સૌથી આગળના વ્યક્તિ તરીકે મોહમ્મદ અલી ઝીણાનું નામ આવે છે. ભારતને તોડવા માટે મોટાભાગના લોકો સાવરકર અને ઝીણાને જવાબદાર માને છે.
ઝીણાએ અખંડ ભારતના મુસ્લિમો માટે અલગ દેશની માંગ કરીને દેશના વિભાજનની શરૂઆત કરી હતી. અલગ દેશની રચનાની માંગનો સ્પષ્ટ અર્થ હતો કે દેશના વિભાજન અને તે જ સમયે લોહિયાળ સંઘર્ષને જન્મ આપશે. ઝીણાની માંગ પહેલા કોઈએ વિચાર્યું ન હતું કે ભારતને આઝાદી મળશે પરંતુ દેશને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
દેશના ભાગલાનો વિચાર બ્રિટિશ સરકારની રચના હતી. 1857ના વિદ્રોહમાં હિંદુ-મુસ્લિમ એકતાએ બ્રિટિશ સરકારને વિચારવા મજબૂર કરી દીધી હતી કે જો અખંડ ભારતના લોકો તેમની સામે આ રીતે બળવો કરતા રહેશે તો ભારત પરનું તેમનું શાસન નબળું પડી જશે. બ્રિટિશ સરકારની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અહીંથી શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ની સ્થાપના 1857 ના બળવા પછી કરવામાં આવી હતી.
આ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે માંગ કરી કે દેશના તમામ શિક્ષિત ભારતીયોને સરકારમાં મહત્તમ ભાગીદારી આપવી જોઈએ. અહીં અંગ્રેજોને સમજાયું કે કોંગ્રેસની પ્રવૃત્તિઓ બ્રિટિશ સરકાર માટે ખતરો છે. આ પછી કોંગ્રેસને રોકવાના પ્રયાસ થયા પરંંતુ ન રોકાતા અગ્રેજોએ તેના કેટલાક સૌથી વફાદાર લોકોની મદદ લીધી. તેમાંથી એક સૈયદ અહેમદ ખાન હતા, જેમણે ટુ નેશન થિયરી બનાવી અને દેશના ટુકડા થયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
