વાત એ મુસ્લિમની જે ન હોત તો આજે આ ભારતમાં કોફી ન પહોંચી હોત, જાણો કોણ હતો એ વ્યક્તિ?
દુનિયાભરમાં કરોડો લોકો કોફીના દિવાના છે. ભારતમાં પણ તેને શોખથી પીવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કોફી વિદેશથી ભારત પહોંચી છે.
કોફી ચા પછી આ સૌથી વધુ પીવાતુ પીણું છે. યુરોપિયન દેશ ફિનલેન્ડમાં દરેક ઘરમાં ચાની જેમ કોફી રોજ પીવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી ક્યાંથી આવી?

તમને જાણીને નવાઈ લાગશે કે એક મુસ્લિમ સંત કોફીને ભારત લાવ્યા હતા. જો તે ન હોત તો કદાચ ભારતીયો ક્યારેય કોફીનો સ્વાદ ન માણી શક્યા હોત.
દુનિયાની લગભગ 60 ટકા કોફી અરેબિકા પ્લાન્ટમાંથી બને છે. આ મોટાભાગે આફ્રિકન દેશોમાં ઉગાડવામાં આવે છે. પરંતુ તેના ઉદભવની વાર્ત રસપ્રદ છે.
નેચર જિનેટિક્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે અરેબિકા પ્લાન્ટનું કોઈ અસ્તિત્વ નહોતું. 1 મિલિયન વર્ષ પહેલાં ઇથોપિયાના જંગલોમાં કોફીની અન્ય બે પ્રજાતિઓ એક સાથે જોડાઈ અને તેનો જન્મ થયો હતો. પવનને કારણે બંને જાતિના પરાગ ભેગા થઈ અને અરેબિકા છોડને જન્મ થયો.
સ્ટેટ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની અને સંશોધન ટીમના સભ્ય વિક્ટર આલ્બર્ટ કહે છે કે, સી. અરેબિકા એક સંકર છોડ છે. તે પરાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો અને તેની સાથે જ વિશ્વ વિખ્યાત કોફીનો જન્મ થયો.
અગાઉ એવું કહેવાતું હતું કે કોફીના છોડનો જન્મ 10 હજાર વર્ષ પહેલા થયો હતો. આ સિદ્ધાંતને વૈજ્ઞાનિકોની આ ટીમ દ્વારા નકારી કાઢવામાં આવ્યો. સંશોધકોએ કહ્યું કે, અમે અરેબિકા બીજ પર આનુવંશિક સંશોધન કર્યું, જે અમને જણાવે છે કે તેની ઉત્પત્તિ 60000 વર્ષથી 10 લાખ વર્ષ પહેલાં થઈ હતી.
માનવામાં આવે છે કે આ પહેલા તેની ખેતી ઇથોપિયામાં શરૂ થઈ હતી. ત્યાંથી તેનો ધંધો મધ્ય પૂર્વમાં શરૂ થયો. પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. 15મી સદી સુધી મધ્ય પૂર્વમાં લોકપ્રિય પીણું હતું.
કહેવાય છે કે મક્કા ગયેલા એક ભારતીય સૂફી મુસ્લિમ યમનથી સાત બીજ લઈને ભારત આવ્યા હતા. તેને 1670 ની આસપાસ કર્ણાટકની ચંદ્રગિરી પહાડીઓમાં વાવવામાં આવ્યા અને અહીંથી ભારતમાં કોફીની શરૂઆત થઈ. આજે અરેબિકા છોડ 50 થી વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
