VIDEO : આકાશમાંથી આવી મોત, પણ બચી ગયો સાયકલ સવાર!
પંજાબનાં જલંધરમાં ફ્લાયઓવરની રેલિંગ તોડી એક ટ્રક ઉપરથી નીચે રીક્ષા પર પડ્યો. જુઓ આ ભયંકર અકસ્માતનો વીડીયો.
અકસ્માત નાં ધણા વીડિયો તમે અત્યાર સુધી જોયા હશે, પણ આજે જે વીડિયો અમે તમને બતાવીશું તે જોઇએ તમને ખરેખર થશે કે આકાશમાંથી મોત જમીન પર ઉતરી છે. આ વીડિયો પંજાબ નો છે. જેમાં એક ભયંકર અકસ્માતમ થાય છે. વધુ પડતી સ્પીડના કારણે ટ્રક ફ્લાયઓવર તોડી નીચે પડે છે. નીચે એક રીક્ષા ઊભી છે. અને રસ્તા પર સામાન્ય અવર જવર પણ ચાલે છે.

જેવો ટ્રક નીચે પડી છે ધૂળની ડમરી ચારે બાજુ ફેલાઇ જાય છે. પસાર થનાર તમામને એક સેકન્ડ માટે સમજાતું જ નથી કે તેમની સાથે અચાનક શું થઇ ગયું. પણ આ વીડિયોમાં એક સાયકલ સવાર પણ છે. તેને ખાસ દેખાજો. કારણ કે કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે. કંઇક આવું જ આ ગરીબ સાયકલ ચાલક જોડે થાય છે. સમય સૂચકતા વાપરી આ સાયકલ ચાલક છેલ્લા સમયે કેવી રીતે બચી જાય છે તે જુઓ આ વીડિયોમાં...
ઉલ્લેખનીય છે કે આ વીડિયો પંજાબના જલંધરમાં થયેલ રોડ અકસ્માતને છે. જેમાં કાળ સમાાન ટ્રક અચાનક જ ફ્લાય ઓવરની પાળ તોડી નીચે પડી જાય છે. અને ગણતરીના સમયમાં તમામ વસ્તુ અસ્ત વ્યસ્ત થઇ જાય છે. આ ભયંકર દુર્ધટનામાં ટ્રકની નીચે રીક્ષા ચગદાઇ જાય છે. આ દુર્ઘટનામાં રીક્ષાનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે. તો બીજી બાજુ ટ્રક ડ્રાઈવરનું ધટના સ્થળે મૃત્યુ થઇ જાય છે. જુઓ આ અકસ્માતનો વીડીયો. અને વીડિયોમાં સાયકલ ચાલકને ખાસ દેખજો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
