અહીં પુરૂષો મર્દાનગી સાબિત કરવા માટે ભયાનક દર્દમાંથી પસાર થાય છે, હજારો કીડીઓનું સહન કરે છે દર્દ
આ દુનિયામાં વિવિધ જનજાતિઓ અલગ-અલગ પરંપરાઓ સાથે જીવે છે. આ જનજાતિ તેમની પરંપરાઓ માટે કોઈપણ હદ વટાવી જાય છે. આવી જ એક પરંપરા બ્રાઝિલમાં જોવા મળે છે.
આપણે જે ભયાનક પરંપરાની વાત કરી રહ્યા છીએ તે બ્રાઝિલમાં રહેતા આદિવાસીઓમાં જોવા મળે છે. અહીં યુવાનોને કીડીઓ વચ્ચે છોડી દે છે અને પોતાની મર્દાનગી સાબિત કરે છે.

એમેઝોન રેન ફોરેસ્ટમાં જોવા મળતી સાટેરે-માવે જનજાતિના લોકોમાં આ એક વિચિત્ર માન્યતા જોવા મળે છે. આ આદિજાતિના યુવાનો યુવાન થાય છે ત્યારે તેમણે સમગ્ર સમુદાય સામે પોતાને સાબિત કરવા પડે છે.
આ જનજાતિના યુવાનો આ માટે પોતાને એક સાથે સેંકડો ખતરનાક કીડીઓના દ્વારા ડંખ મરાવે છે. આ છોકરાઓ આ વિચિત્ર ટેસ્ટ પાસ કર્યા વિના લગ્ન પણ કરી શકતા નથી. આ ટેસ્ટથી જ તે મર્દ હોવાનું સાબિત થાય છે.
આ વિચિત્ર પરંપરામાં યુવાનો તેના હાથ બુલેટ એન્ટના નામે જાણીતી ભયાનક કીડીઓથી ભરેલા મોજામાં પોતાનો હાથ નાંખે છે. આ જાતિના નિયમો અનુસાર, મર્દ બનવા યુવાનોને આ બુલેટ એન્ટની પીડા સહન કરવી પડે છે.
પહેલા આ ખતરનાક કીડીઓને જાડા હાથમોજામાં સીલ કરવામાં આવે છે. આ પછી જ્યારે તેમને ખોલવામાં આવે છે ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. આ દરમિયાન યુવાનો મોજામાં હાથ નાખીને કરડાવે છે. આ કીડીઓના કરડવાથી ગોળી વાગવા જેટલુ ભયાનક દર્દ થાય છે.
આ માટે 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના છોકરાઓ જાતે જ જંગલમાંથી ખતરનાક કીડીઓ લાવવી પડે છે અને કીડીઓને તેમાં નાખવા માટે લાકડાના મોજા બનાવવા પડે છે. આ પછી પરંપરાગત નૃત્ય અને ગાયન પછી તેઓ કુલ 20 વખત આ મોજા પહેરે છે.
એક સમયે 10 મિનિટ માટે આ મોજા પહેરવામાં આવે છે. કહેવાય છે કે આ ખતરનાક કીડીઓના ડંખનો દુખાવો મધમાખીના ડંખ કરતા 30 ગણો વધુ હોય છે અને આ પ્રેક્ટિસ દ્વારા છોકરાઓ સાબિત કરે છે કે દુનિયામાં પીડા વિના કશું થતું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
