ઉંઘમાં નસકોરા બોલાવનારાઓને હવે સરકાર દર મહિને આપશે 60000 રુપિયા
તમને જાણીને નવાઈ લાગશે કે ઉંઘમાં નસકોરા બોલાવનારાઓની આ આદત તેમને અમીર બનાવી શકે છે.
નવી દિલ્લીઃ ઊંઘમાં નસકોરા બોલાવનારાઓથી પરિવારના બાકીના લોકો પરેશાન થઈ જતા હોય છે. નસકોરાઓને કારણે બીજાને ઊંઘ નથી આવતી અને ક્યારેક તમારા નસકોરાને કારણે તમારે લોકોના ટોણા પણ સાંભળવા પડે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમારી આ આદત તમને અમીર બનાવી શકે છે. જી હા, ઊંઘમાં નસકોરા બોલાવનારાઓ માટે સારા સમાચાર છે. તેમને સરકાર તરફથી દર મહિને 60000 રૂપિયા મળી શકે છે.

નસકોરા બોલાવનારાઓને જલસા
યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમમાં એક એવી સ્કીમ છે જેનાથી નસકોરા બોલાવનારાઓ આનંદથી ઉછળી પડશે. જે લોકોને ઊંઘમાં નસકોરા આવે છે તેમને બ્રિટન સરકાર દર અઠવાડિયે 15000 રૂપિયાની રોકડ સહાય આપે છે. હકીકતમાં યુકેમાં સરકાર પર્સનલ ઈંડેપેંડંસ પેમેન્ટ્સ(Personal ndependence Payments) યોજના ચલાવે છે. આવા લોકોને આ સ્કીમ હેઠળ દર અઠવાડિયે લગભગ 15 હજાર રૂપિયા મળે છે. આ રકમ ડિપાર્ટમેન્ટ ફૉર વર્ક એન્ડ પેન્શન દ્વારા આપવામાં આવે છે.

મહિનામાં 60000 રુપિયાની કમાણી
તમને સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ જો તમે તમારી ઊંઘમાં નસકોરા બોલાવતા હોય તો તમે મહિનામાં 60000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. વાસ્તવમાં, પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ્સ હેઠળ બ્રિટિશ સરકાર લોકોને આ મદદ પૂરી પાડે છે કારણ કે અહીં નસકોરાને એક રોગ માનવામાં આવે છે. હા, બિટ્રેનમાં નસકોરાં આવવા એ રોગનુ લક્ષણ માનવામાં આવે છે જેને સ્લીપ એપનિયા કહેવાય છે.

નસકોરાં બોલાવવાનો અર્થ સ્લીપ એપનિયા
જો કે ભારતમાં નસકોરાં બોલવા સામાન્ય છે પરંતુ બ્રિટનમાં તેને એક રોગ માનવામાં આવે છે. અહીં ઘણા લોકો આ બીમારીથી પીડિત છે. સરકાર આવા લોકોની મદદ કરે છે જેથી તેઓ આ રકમની મદદથી પોતાની કંઈક મદદ કરી શકે. બ્રિટિશ સરકારની આ યોજનાનો અત્યાર સુધીમાં 22 હજાર લોકોએ લાભ લીધો છે. નસકોરા બોલાવતા લોકોએ આ રકમ મેળવવા માટે દાવો કરવો પડે છે. તમારે ડૉક્ટરનુ પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જો મેડિકલ રિપોર્ટ પરથી એવુ નક્કી થાય કે તમે છેલ્લા ત્રણ મહિનાથી આ બીમારીથી પીડિત છો અને આ બીમારીને કારણે કંઈ કરી શકતા નથી તો સરકાર તરફથી મદદની રકમ તમારા સુધી પહોંચશે. આ સહાયની રકમ મેળવવા માટે તમારે ક્લેમ ફોર્મ સબમિટ કરવુ પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
