આ દેશોમાં યુવતીઓને લગ્ન માટે આશાનીથી નથી મળતા પુરૂષો, જાણો લિસ્ટમાં કયા કયા દેશોના નામ?
ભારત જેવા દેશો ઘટી રહેલી મહિલાઓની સંખ્યાથી પરેશાન છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે દુનિયાના કેટલાક દેશો એવા પણ છે જ્યાં પુરૂષોની સંખ્યા ઘટી રહી છે.
આજે આપણે દુનિયાના કેટલાક એવા દેશો વિશે વાત કરવાના છીયે જ્યાં મહિલાઓની સંખ્યા પુરૂષો કરતા વધુ છે. અહીં મહિલાઓને લગ્ન માટે પુરૂષો શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

આર્મેનિયા
આર્મેનિયામાં પુરૂષોની અછત મુખ્યત્વે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી થયેલી આર્મેનિયન નરસંહારની અસરને કારણે છે. તુર્કી-ઓટ્ટોમન શાસન દરમિયાન 1.5 મિલિયન આર્મેનિયનોને સામૂહિક ફાંસી આપવામાં આવી અને સીરિયાના રણમાં મોત માટે કૂચ કરાવાઈ હતી.
આર્મેનિયામાં વિશ્વમાં સૌથી વધુ 55 ટકા મહિલાઓ છે. પરંતુ જન્મદર હજુ પણ છોકરાઓની તરફેણમાં છે. દર વર્ષે અહીં 100 છોકરીઓ સામે 110 છોકરાઓ જન્મે છે. અહીં પુરુષોની અછતના ઘણા કારણો છે. 20મી સદીમાં આર્મેનિયાને ઘણો સામનો કરવો પડ્યો હતો. સોવિયત શાસન અને તેના પડોશીઓ સાથેના યુદ્ધોથી દેશને કોઈ ફાયદો થયો નથી. આર્મેનિયામાં વિશ્વમાં સૌથી વધુ 55 ટકા મહિલાઓ છે.
યુક્રેન
હાલમાં રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનમાં 54.40 ટકા મહિલાઓ છે. પરંતુ યુદ્ધના કારણે અહીં ઘણા પુરુષોએ જીવ ગુમાવ્યા છે. તેથી બંને વચ્ચેનું અંતર વધશે. બીજા વિશ્વયુદ્ધને કારણે યુક્રેનની પુરૂષોની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અત્યાર સુધી તે 1941ના સ્તરે પહોંચી નથી.
બેલારુસ
બેલારુસમાં મહિલાઓની વસ્તી 53.99 ટકા છે. પૂર્વ યુરોપના આ દેશનો ઈતિહાસ અંધકારમય રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં આ દેશ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. લડાઈ દરમિયાન બેલારુસની સમગ્ર વસ્તીના એક ક્વાર્ટરથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સંઘર્ષમાં માથાદીઠ જાનહાનિની સંખ્યા સૌથી વધુ હતી. બેલારુસ એ યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. અહીં જીવનધોરણ નીચું છે અને આર્થિક સંભાવનાઓ ઓછી છે. આ કારણોસર અહીંના યુવાનોને યુરોપના બાકીના દેશોમાં જવાની ફરજ પડી છે.
લાતવિય
અહીં મહિલાઓની વસ્તી 53.57 ટકા છે. બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલો આ એક નાનો દેશ છે. અહીંના પુરૂષોને ધૂમ્રપાન કરવાની અને વધુ પડતો દારૂ પીવાની ટેવ છે. તેથી જ અહીંના પુરુષોમાં ઘણા પ્રકારના કેન્સર અને હૃદય રોગ ખૂબ સામાન્ય છે. લાતવિયામાં પુરૂષોનું આયુષ્ય 68 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓનું આયુષ્ય 10 વર્ષ વધુ છે એટલે કે 78. અહીં પુરુષોમાં આત્મહત્યાનો દર પણ ઘણો ઊંચો છે.
રશિયા
રશિયામાં 53.55 ટકા મહિલાઓ છે. બીજા વિશ્વયુદ્ધની અસર રશિયા પર પણ જોવા મળી રહી છે. સોવિયેત યુનિયનને બીજા વિશ્વ યુદ્ધમાં અન્ય કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું. અહીં 27 મિલિયન લોકો માર્યા ગયા. પરંતુ અહીં વસ્તી ઓછી છે કારણ કે પુરુષોમાં દારૂ પીવાનું વ્યસન ખૂબ વધારે છે. રશિયાની પુરૂષ વસ્તીને ધૂમ્રપાન અને આલ્કોહોલના કારણે ઘણી આડઅસરોનો સામનો કરવો પડ્યો છે.
લિથુઆનિયા
લિથુઆનિયામાં મહિલાઓની વસ્તી લગભગ 53.02 ટકા છે. લાતવિયાની જેમ અહીં પણ ધૂમ્રપાન અને આલ્કોહોલની લતે પુરુષોનું જીવન બરબાદ કરી નાખ્યું છે. અહીંના પુરૂષો વધુને વધુ સારા જીવનની શોધમાં જર્મની અથવા ઈંગ્લેન્ડ જઈ રહ્યા છે.
જ્યોર્જિયા
આ એક નાનો દેશ છે, જેની વસ્તી 3.7 મિલિયન છે. અહીં મહિલાઓની વસ્તી 52.98 ટકા અને પુરુષોની વસ્તી 47.02 ટકા છે. પરંતુ અહીંની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે, તેથી પુરુષો અહીંથી દુનિયાના અન્ય દેશોમાં જાય છે. જેના કારણે મહિલાઓ અને પુરૂષો વચ્ચે વસ્તીનું અંતર ઝડપથી વધી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
