ફેસબુકના પ્રોફાઇલ ફોટા દ્વારા જાણો વ્યક્તિત્વ
ગાંધીનગર, 25 જુલાઇ: શું તમે ફેસબુક પર નવા મિત્રોની શોધમાં તેમની પ્રોફાઇલના ફોટાને જોઇને કરો છો? કે પછી તમે મોટાભાગે પોતાના ફેસબુક પર નવા-નવા ફોટા બદલતા રહો છો. સોશિયલ નેટવર્કિંગના જમાનામાં આપણે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર જે ગતિવિધિઓ કરીએ છીએ તે આપણી માનસિકતા અને વ્યક્તિત્વ સાથે કેટલીક હદે જોડાયેલ છે.
યૂનિવર્સિંટી ઑફ મિસૌરીના એકના રિસર્ચરનું માનીએ તો ફેસબુક પર આપણી ગતિવિધીઓ આપણી માનસિક સ્થિતીનો સંકેત આપે છે. જો તમે ફેસબુક પર કોઇ નવા વ્યક્તિ સાથે જોડાયેલા છો તેની પ્રોફાઇલના ફોટાના આધારે તેના વ્યક્તિનો અંદાજો આવી લગાવી શકાય.

1
પોટ્રેટ પ્રોફાઇલ ફોટોનો અર્થ એ છે કે તમારો એવો ફોટો જેમાં કમરથી ઉપર સુધીનો ભાગ દેખાય અને ચહેરો સ્પષ્ટ લાગે. આવા લોકો વ્યવહારું અને આત્મવિશ્વાસી હોય છે. જે ફોટામાં ખભાથી ઉપર સુધીનો ક્લોઝ અપ હોય છે તે આત્મકેન્દ્રિત પ્રકારના હોય છે.

2
ઘણીવાર તમે એવા પ્રોફાઇલ ફોટા જોયા હશે જેમાં વ્યક્તિ કોઇ ફ્રેમમાં એ પ્રમાણે સેટ હોય છે કે ઉપરથી નીચે સુધી આખો દેખાય છે પરંતુ તેને સ્પષ્ટ રીતે જોઇ શકાતો નથી. તમે પોતાના વ્યક્તિગત જીવનને સાર્વજનિક કરવા માંગતા નથી અને થોડા શરમાળ છો.

3
આ પ્રકારના પ્રોફાઇલ ફોટામાં ચહેરો એટલી નજીક હોય છે કે બરાબર સમજણ નથી પડતી કે ફોટાનો વિષય શું છે. આવા પ્રોફાઇલ ફોટાવાળા લોકોને અસુરક્ષાની ભાવના હોય છે કે પછી આત્મવિશ્વાસ ઓછો હોય શકે છે.

4
કેટલાક લોકોની પ્રોફાઇલ જોઇ હશે જેમાં તે પોતાના બાળપણનો કે પછી વર્ષો જૂના ફોટાને પ્રોફાઇલ ફોટો બનાવીને લગાવે છે. મોટાભાગે આવા લોકો વર્તમાન કરતાં પોતાના ભૂતકાળને સારો માને છે અને જરૂરિયાતથી વધુ ભૂતકાળને લઇને વધુ સંવેદનશીલ હોય છે. હાં એ પણ બની શકે કે તે વધુ ફોટોજેનિક ન હોય.

5
મોટાભાગે લોકો પોતાની પ્રોફાઇલના ફોટામાં બાળકો અને પોતાના પરિવારનો ફોટો લગાવે છે. આવા લોકો સામાજિક જીવનમાં વિશ્વાસ ધરાવે છે અને પોતાના વ્યક્તિગત જીવનને સૌની સમક્ષ લાવવામાં ખચકાતાં નથી. હાં વારંવાર પોતાના બાળકોના ફોટાને બદલીને લગાવનાર લોકો કદાચ આવા હોય છે કે જે દરેક વખતે પોતાના જ ગાણાગાયા કરે છે.

6
કોઇ ખાસ અવસરની વાત કંઇક અલગ છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે મિત્રો સાથે મોજ-મસ્તી અને પાર્ટીના ફોટાને પોતાના પ્રોફાઇલની ઓળખ બનાવી છે. આવા લોકો થોડા બેજવાબદાર હોય છે અને તેમની પોતાની કોઇ ઓળખ હોતી નથી.

7
પ્રોફાઇલ પોર્ટફોલિયોમાં આર્ટ પીસ, વિષયવસ્તું વિનાનું ચિત્ર, સીનરી વગેરે લગાવનાર લોકો મોટાભાગે એવા પ્રયત્નો કરતાં રહે છે કે લોકો તેમને બુદ્ધિજીવી સમજે પરંતુ હકિકતમાં તેમની પસંદ શું છે, તે વિશે તેમને પોતે નક્કી કરી શકતાં નથી. જો કે આવા લોકો અપવાદ પણ હોય શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
